જૂનાગઢ શહેરના વંથલીના ધંધુસર ગામમાં બે બહેનો પર એસિડ એટેકનો બનાવ સામે આવ્યો

આપણે મોટા ભાગે એસીડ અટેક વિશે સંભાળતા હોઈએ છીએ ત્યારે જૂનાગઢ શહેરના વંથલીના ધંધુસર ગામમા એસિડ એટેક નો બનાવ સામે આવ્યોછે.માહિતી અનુસાર બે બહેનો ઉપર એસિડ એટેક કરવામાં આવ્યો છે. જેના કારણે ગંભીર રીતે દાઝી જતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.આપને જણાવી દઈએ આ ઘટનામાં નાની બહેનના પતિએ એસિડ એટેક કર્યાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. જી હાઆ ઘટના બાદ મહિલાઓને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ ઘટના સંદર્ભે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

આ અંગે મળતી માહિતી અનુસાર,એસીડ અટેકને કારણે મોઢા અને હાથ તેમજ છાતીના ભાગે ગંભીર રીતે દાઝી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાજ વંથલી પોલીસ પહોંચી ઘટના સ્થળે પહોચી હતી.હજુ સુધી મહિલા પર એસિડ એટેક કરવા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.હાલ તો પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. અગાઉ પણ એસિડ એટેકની ઘટના અનેક વાર સામે આવી છે.આ ઘટના સંદર્ભે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

વર્ષ ૨૦૧૩ સુધી એસિડ હુમલાને અલગ ગુનો તરીકે ગણવામાં આવતો ન હતો. જો કે, ભારતીય દંડ સંહિતામાં સુધારા પછી, એસિડ એટેકને ભારતીય દંડ સંહિતાની અલગ કલમ (૩૨૬છ) હેઠળ મૂકવામાં આવ્યો હતો અને તેને ઓછામાં ઓછી ૧૦ વર્ષની જેલની સજા સાથે આજીવન કેદની સજા કરવામાં આવી હતી સુધી લંબાવી શકાય છે.

જો પોલીસ અધિકારીઓ એફઆઈઆર દાખલ કરવાનો અથવા પીડિતોની સારવાર કરવાનો ઇનકાર કરે તો કાયદો સજાની જોગવાઈ પણ કરે છે. સારવારનો ઇનકાર (જાહેર અને ખાનગી બંને હોસ્પિટલો દ્વારા) એક વર્ષ સુધીની કેદની સજાને પાત્ર છે અને પોલીસ અધિકારી દ્વારા ફરજમાં બેદરકારી બે વર્ષ સુધીની કેદની સજાને પાત્ર છે. પોઈઝન એક્ટ, ૧૯૧૯: વર્ષ ૨૦૧૩ માં, સુપ્રીમ કોર્ટે એસિડ હુમલાની નોંધ લીધી અને એસિડ પદાર્થોના વેચાણ પર નિયમન પર આદેશ પસાર કર્યો.આદેશના આધારે, ગૃહ મંત્રાલયે એસિડના વેચાણનું નિયમન કેવી રીતે કરવું તે અંગે તમામ રાજ્યોને એક એડવાઈઝરી જારી કરી અને પોઈઝન એક્ટ, ૧૯૧૯ હેઠળ મોડલ પોઈઝન પઝેશન એન્ડ સેલ રૂલ્સ, ૨૦૧૩ તૈયાર કર્યા. પરિણામે, રાજ્યોને મોડલ નિયમોના આધારે પોતાના નિયમો બનાવવાનું કહેવામાં આવ્યું કારણ કે આ બાબત રાજ્યોના અધિકારક્ષેત્રમાં આવતી હતી.