
જુનાગઢ,જુનાગઢના કાથરોટા ગામે ગૌશાળાની ગાયો ભડકીને દોટ મુક્તા ખાટલા ઉપર સુતેલા ૭ વર્ષના માસુમ બાળકને કચડીને પસાર થતા ગંભીર ઈજાથી માસુમ બાળક મોતને ભેંટતા પરિવારજનોમાં ગમગીની ફેલાઈ છે. જુનાગઢના વડાલના રોડ પુષ્ટિ સંસ્કારધામ ખાતે રહેતા રતાભાઈ રાણાભાઈ ઝપડા (ઉ.૩૫)ના સાત વર્ષનો દિકરા હીરેન ખાટલામાં સુતો હતો
ત્યારે ગૌશાળાની ગાયો ભડકીને ભાગી ખાટલા પર હીરનના છાતી સહિતના ભાગોમાં પગ દઈ દેતા મોત નોંધાયું હતું. ગત તા.૧૧-૪-૨૩ની સાંજના ૭ના સુમારે બનેલી ઘટનામાં રતાભાઈ રાણાભાઈ ઝપડાનો પુત્ર હીરેન (ઉ.૭) કાથરોટા વડાલ રોડ પરના પુષ્ટિ સંસ્કારધામ ખાતે ખાટલામાં સુતો હતો ત્યારે ગૌશાળાની ગાયો ભડકીને દોહતી દોડતી હીરેનના ખાટલા ઉપર થઈને ભાગવા લાગેલ જેમાં હીરેનની છાતી સહિત શરીરે ગંભીર ઈજા થતા મોત નોંધાતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.