
જૂનાગઢ,ગુજરાતની જેલોના અનેક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. ત્યારે આવમાં વધુ એક જેલનો વીડિયો સામે આવ્યો છે. જુનાગઢની માગંરોળ સબ જેલની અંદરનો એક કેદીનો કથિત વીડિયો સામે આવ્યો છે. આ વાયરલ વીડિયોમાં કેદીઓ આક્ષેપ કરી રહ્યા છે કે જેલર કેદીઓને ત્રાસ આપે છે. જેલમાં જે જમવાનું આપે છે જેમાં ભ્રષ્ટાચાર થાય છે. અને ખૂબ જ હલકી કક્ષાનું જમવાનું આપે છે. જેલમાં તમાકુ માવા સહિતની તમામ સુવિધાઓ જેલરને પૈસા આપીને લેવાતા હોવાના પણ કેદીઓએ આક્ષેપ કર્યા. જેલમાં કેદીઓને મોબાઇલ સહિતની તમામ સુવિધાઓ અપાતી હોવાનાં આક્ષેપ થયાં છે. આ વાયરલ વીડિયોની જીએસટીવી પુષ્ટી કરતુ નથી.

આ તરફ વીડિયોમાં એવી પણ વાત કરવામાં આવી છે કે, કેદીઓને કોઈ સગા કે સંબંધી સાથે ફોન પર વાત કરવી હોય તો જેલર તેના પણ પૈસા ચાર્જ કરે છે. એટલું જ નહીં જેલમાં કેદીઓને મોબાઈલ સહિતની સુવિધાઓ આપવામાં આવે છે. જોકે આ વીડિયોની પુષ્ટી ગુજરાત તક દ્વારા થઈ શકી નથી. આગામી સમયમાં જેલ તંત્ર આ વીડિયોને લઈને શું ખુલાસા આપે છે તે જોવું રહ્યું.
જેલની અંદરથી કેદીઓએ વાયરલ કરેલો વીડિયો સામે આવતા જ પોલીસ બેડામાં હડકંપ મચી ગયો. ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાત્કાલિક જેલમાં પહોંચ્યો અને ચકાસણી હાથ ધરવામાં આવી. ડીવાયએસપી દ્વારા વાયરલ વીડિયોને લઇને તપાસ શરૂ કરવામાં આવી. પરંતુ જે રીતે કેદીઓએ બિન્દાસ્તપણે જેલમાંથી વીડિયો વાયરલ કર્યો છે તેને લઇને અનેક સવાલો ઉઠી રહ્યા છે.
કેદીઓએ વાયરલ વીડિયોમાં જણાવ્યું હતું કે અમે આ વીડિયો વાયરલ કરીએ છીએ. જે ભ્રષ્ટ્રાચાર વિરૂદ્ધ છે. જ્યાં ઘણો બધો ભ્રષ્ટ્રાચાર થાય છે. જો કોઈ ઉચ્ચ અધિકારી અમારી મુલાકાતે આવશે. તો અમે એને ઘણું બધું કહેશું. અને અમારી પાસે જે પુરાવા છે તે આપશું. અને કાલ સવારે આ વીડિયો વાયરલ થાય અને અમને કંઈ પણ થાય એની તમામ જવાબદારી. માંગરોળ સબજેલનાં જેલરની રહેશે.