જૂનાગઢના વડાલ પાસેની ફેક્ટરીમાંથી ફૂડ સેફ્ટી વિભાગે ૨૧૦૦ કિલો ઘીનો જથ્થો સીઝ કર્યો

જૂનાગઢ, જૂનાગઢના વડાલ પાસેથી ઝડપાયેલ નકલી ઘીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. રાજ્યના ફૂડ સેફ્ટી વિભાગે દરોડા પાડી નકલી ઘીની ફેક્ટરી ઝડપી પાડી હતી. જેમાંથી ૨૧૦૦ કિલો નકલી ઘીનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જે હાલ સીઝ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે જય ક્રિષ્ના પેઢીના માલિક કમલેશ સોઢા પરવાનગી વગર ઘી બનાવી તેના વેચાણનો ગેરકાયદે ધંધો કરતા હતા.

ઘીમાં પામોલિન ઓઈલ, વનસ્પતિ તથા અન્ય હલકી કક્ષાના પદાર્થોની ભેળસેળ કરી નીચી ગુણવત્તાવાળું ઘીનું ઉત્પાદન કરાતું હતું. આ ઘીનું વ્રજ મટુકી તથા કાઠિયાવાડી ગીર બ્રાન્ડથી વેચાણ કરતા હતા. હાલ ફૂડ સેફ્ટી વિભાગે રૂ.૭ લાખનો મુદ્દામાલ સીઝ કર્યો છે. પરંતુ ઘી બનાવવાની ફેક્ટર હજુ ધમધમી રહી છે.બીજી તરફ ચર્ચા એવી પણ છે કે જિલ્લાભરમાં નકલી દૂધ અને નકલી ઘીની ફેકટરી ચાલે છે. ત્યારે હવે ફૂડ સેફ્ટી વિભાગ કડક કાર્યવાહી કયારે કરશે ? તે જોવાનું રહ્યું છે.