જુનાગઢના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ જેતપુરથી મહુવાને જોડતો નેશનલ હાઈવે ભેંસાણમાંથી પસાર કરવાની માગ કરી

જુનાગઢ, જેતપુરથી મહુવાને જોડતા નેશનલ હાઈવેને લઈ વિવાદ સર્જાયો છે. જુનાગઢના વિસાવદરથી આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ આ નેશનલ હાઈવે ભેસાણમાંથી પસાર કરવા રજૂઆત કરી છે. જે માટે ભૂપત ભાયાણીએ કલેક્ટરને આવેદન આપ્યું હતું. જેમાં જેતપુરથી મહુવાને જોડતો હાઇવે ભેસાણમાંથી પસાર કરવા માગ કરી છે.

૨૦૧૪માં જે પથરેખા હતી તેને ફેરવી હાઈવે જુનાગઢ જિલ્લાની હદ બહાર ફેરવાયો હોવાનો ઉલ્લેખ કરાયો છે. ત્યારે ભેસાણ તાલુકાના વિકાસ માટે જૂની પથરેખા મુજબ નેશનલ હાઇવે બનાવવા રજૂઆત કરી છે. ૩૫૧ નેશનલ હાઇવે મયમાંથી પસાર થશે તો ભેસાણ તાલુકાનો વિકાસ વધશે.

આ તરફ સુરેન્દ્રનગરમાં જિલ્લા પંચાયતથી રતનપુર સુધી બનાવાયેલા બ્રિજની ગુણવત્તાને લઈને સવાલ ઉઠ્યા છે. બ્રિજનું લોકાર્પણ થયાના ૫ જ દિવસમાં તીરાડો દેખાવા લાગી છે. ૫ કરોડના ખર્ચ બનેલા બ્રિજમાં ૫ દિવસમાં જ ભ્રષ્ટાચાર ડોકાયો છે. બ્રિજ નિર્માણમાં નબળી ગુણવત્તાનું મટિરિયલ વપરાયુ હોવાનુ સામે આવ્યુ છે ત્યારે બ્રિજના ફિટનેસ સટફિકેટને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે. બ્રિજની નબળી કામગીરીને લઈને કોન્ટ્રાક્ટર સામે લોકોનો રોષ ભભુકી ઉઠ્યો છે.