જૂનાગઢમાં દલિત યુવાનના અપહરણ મામલે કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે એ ડિવિઝન પોલીસે ૩ શખ્સોની ધરપકડ કરી છે. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના દીકરા સામે ફરિયાદ નોંધાઈ છે. ગણેશ જયરાજસિંહ જાડેજા સહિતના લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા ૩ આરોપીઓને ઝડપી કાર્યવાહી હાથ ધરી ધરવામાં આવી છે.
ગોંડલાના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર સામે ખુનના પ્રયાસનો ગુનો નોંધાયો છે. જૂનાગઢના કાળવા ચોક પાસે ફાસ્ટ કાર ચલાવવાને મુદ્દે થયેલી બોલાચાલીમાં રાજુ સોલંકી નામના વ્યક્તિના પુત્રને માર માર્યાનો આક્ષેપ કરાયો છે.
જયરાજસિંહના પુત્ર પર દલિત આગેવાન રાજુ સોલંકીના પુત્રને માર મારવા મુદ્દે જૂનાગઢ છ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. કાળવા ચોક પાસે ફાસ્ટ કાર ચલાવવાને લઈ કહેવામાં આવતા જયરાજસિંહના પુત્ર સાથે બોલાચાલી થઈ હતી. જેમાં જયરાજસિંહના પુત્ર ગણેશ સિંહએ સંજય સોલંકીને અપહરણ કરી માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે તેમજ ફરિયાદીએ ગણેશ જાડેજાની તાત્કાલિક ધરપકડની માંગ કરી છે. માત્ર કાર ધ્યાનથી ચલાવવાનું કહેતાં દલિત યુવાન પર પૂર્વ સ્ન્છનો દીકરો તૂટી પડ્યો હતો. વધુમાં ફરિયાદીના જણાવ્યા મુજબ પાંચ સાત શખ્સો દ્વારા સંજય સોલંકીને બેફામ માર મારી અપશબ્દો પણ ઉચાર્યા હતાં, સાથો સાથ જાનથી મારી નાંખવાની ધમકીનો પણ આક્ષેપ કરાયો છે. ભોગ બનનાર સંજય સોલંકીએ જૂનાગઢ છ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે મુદ્દે પોલીસે આ.પી.સી કલમ ૧૪૩,૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૦૭, ૩૬૫, ૩૨૩,૫૦૪, ૫૦૬(૨) તથા આર્મ એક્ટ આધીન ગોંનો નોંધ્યો છે.