જૂનાગઢના બહુચર્ચિત પોલીસ તોડકાંડમાં તરલ ભટ્ટે જામીન માટે અરજી કરી

જૂનાગઢ, જૂનાગઢના બહુચર્ચિત પોલીસ તોડકાંડમાં માણાવદરના પીઆઇ તરલ ભટ્ટની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે ચાર્જશીટ રજૂ થઈ જતાં તરલ ભટ્ટે જામીન અરજી કરી છે. કાયદાની જોગવાઈ મુજબ જામીન અરજી કરાઈ હોવાનું જાણવા મળ્યું છે.

કેરળના એક વેપારી કાતક ભંડારીનું બેંક એકાઉન્ટ જૂનાગઢ એસઓજી દ્વારા સીઝ કરાયું હતું. બાદમાં વેપારીને ઈડીની ધમકી આપવામાં આવી હતી. ખાતાને અનફ્રીઝ કરવા રૂપિયા ૨૫ લાખની ખંડણી માંગવામાં આવી હતી. બાદમાં વેપારીએ ઉપરી અધિકારીને સંપર્ક કરી હકીક્ત જણાવી હતી. પોલીસ તપાસમાં ઘણા મોટા ખુલાસા થયા હતા. આખરે માણાવદરમાં પીઆઇ તરલ ભટ્ટ, એસઓજી પીઆઇ અરવિંદ ગોહિલ અને એએસઆઇ દીપક જાનીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.