જૂનાગઢ મનપા ટીપીઓ બિપીન ગામીત ફરી વિવાદમાં, વિશાલ ટાવર મામલે લાંચ લેતા ફરિયાદ કરી

જૂનાગઢ મહાનગરપાલિકાના ટીપીઓ બિપીન ગામીત ફરી એકવાર વિવાદમાં ફસાયા છે. શહેરની મયમાં આવેલા કાળવા ચોક ખાતે આવેલા વિશાલ ટાવરના ૫માથી ૧૦મા માળ સુધીનો ભાગ જર્જરિત હોવાથી તેને તોડી પાડવા નોટિસ ફટકારવામાં આવી હતી. પરંતુ દસ માળ તોડી પાડવા માટે અખબારમાં નોટિસ આપવામાં આવી હતી. આ કેસમાં ગુજરાત બાર કાઉન્સિલના ઉપપ્રમુખ મુકેશ કામદારે આરોપ લગાવ્યો છે કે, તેમણે ૪ માળ અકબંધ રાખવા માટે ૧૦ લાખ રૂપિયાની લાંચ માંગી હતી.

ટીપીઓ બિપીન ગામીતે વિશાલ ટાવરના ચાર માળથી ઉપરના માળ જર્જરીત હોવાથી નોટિસ આપી હતી. આ માળ જર્જરીત હોવાથી તેને ઉતારી લેવા નોટિસ ફટકારી હતી. સમાચાર પત્રોમાં પણ આ મુદ્દે જાહેરાત કરી હતી. જેના બાદ આ બિલ્ડીંગમાં દુકાન ધરાવતા વેપારીઓ અને જેમની ઓફિસ હોય તેવા લોકોએ હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. જો કે હાઈકોર્ટમાં આ મામલો હજુ પેન્ડીંગ છે.

દરમિયાન, ૨૯ એપ્રિલ, ૨૦૨૪ ના રોજ, ટીપીઓ મુકેશ કામદારની ઓફિસે બિલ્ડિંગના ઓફિસ ધારકો અને દુકાન માલિકોની એક બેઠક બોલાવી હતી. એવું સાંભળવામાં આવતું હતું કે આ બેઠક બાદ ગામીતે મુકેશ કામદાર પાસેથી ૧૦ લાખની ખંડણી માંગી હતી. આ મામલે ટીપીઓ સામે કાર્યવાહી કરવા મુખ્યમંત્રી, ગુજરાત તકેદારી આયોગ, એસીબીના ડીજી અને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના સચિવને પત્ર લખી તપાસની માંગ કરવામાં આવી હતી.