જુનાગઢ મનપાએ દુનિયાની પ્રથમ વોટર ક્રેડિટ મેળવી ગૌરવ વધારીને વિશ્ર્વમાં ડંકો વગાડ્યો

જૂનાગઢ, જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા ૨૦૧૪ થી પાણી સંગ્રહ માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ કે ઘરે ઘરે વરસાદી પાણી નો સંગ્રહ થાય અને બોરના તળ ઊંચા આવે જેને લઇ કામગીરી કરવામાં આવી રહી હતી. અત્યાર સુધીમાં ૬૦૦ કીટો શહેરના જુદા જુદા વિસ્તારોમાં લગાડવામાં આવી છે. જેના પગલે મહાનગરપાલિકાને વોટર ક્રેડિટ મળ્યું છે.

જુનાગઢ મહાનગરપાલિકાને મળેલી આ સિદ્ધિ અને યુનિવર્સલ કાર્બન રજીસ્ટર નામની સંસ્થા દ્વારા આપવામાં આવી છે. ત્યારે અત્યાર સુધીમાં ૯૦ લાખ યુનિટ વોટર ક્રેડિટ મળી છે સાથે હસનાપુર ડેમમાં પાણીનો ઉપયોગ કરીને મહાનગરપાલિકાએ સૌથી મોટું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી આ સિદ્ધિ હાંસલ કરી છે.

જૂનાગઢને આ ગૌરવ મળતાની સાથે જ આગામી સમયમાં મહાનગરપાલિકાની આવકમાં પણ વધારો થશે કારણ કે ૯૦ લાખ યુનિટ પાણી બજારમાં વેચી શકશે અને તેમાંથી થનારી આવક મહાનગરપાલિકાના વિકાસ માટે કામ લાગશે. આમ જુનાગઢ મહાનગરપાલિકાએ વધુ એક સિદ્ધિ હાંસલ કરી અને ગુજરાત સહિત વિશ્ર્વ ફલક પર ડંકો વગાડ્યો છે