જૂનાગઢમાં ગેરકાયદેસરના બાંધકામ સામે તંત્રએ લાલ આંખ કરી છે. એસડીએમે ભાલછેલનો રિસોર્ટ તોડી પાડવા આદેશ આપ્યો છે. ભાલછેલના શિવવિલા રિસોર્ટ સામે એસડીએમે આ આકરી કાર્યવાહી કરી છે. એસડીએમે એક જ માસમાં રિસોર્ટ તોડી પાડવા જણાવ્યું છે.
એસડીએમની નોટિસમાં જણાવાયું હતું કે રિસોર્ટ જે સ્થળે બન્યો છે તે સ્થળ રહેઠાણો માટેનું જ છે. પણ આ સ્થળને કોમસયલ હેતુ માટે ઉપયોગ કરવામાં આવતો હતો. આ સિવાય ગેરકાયદેસર બાંધકામ બદલ તેને ૩૩ હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. આના પગલે જૂનાગઢમાં ગેરકાયદેસર રીતે થયેલા બાંધકામોમાં ધંધાકીય એકમો ચલાવનારા લોકોમાં હડકંપ મચી ગયો છે. તેઓને પણ ફડક પેઠી છે કે તેમણે પણ ગમે ત્યારે બધુ ઉસેટવાનો સમય આવી શકે છે. તેમની સામે પણ આ પ્રકારની દંડાત્મક કાર્યવાહી થઈ શકે છે.
આ પહેલા મે મહિનામાં દસમી મેએ મોડી રાતે જૂનાગઢમાં મજેવડી દરવાજા અને તળાવ દરવાજા પાસે ગેરકાયદેસરના બાંધકામ સામે ડિમોલિશનની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી હતી. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ધામક દબાણો પર બુલડોઝર ફેરવી ડિમોલિશનની આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ સાથે રેલવે સ્ટેશન રોડ પર પણ ડિમોલિશન કાર્યવાહી કરાઈ હતી. ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં ગેરકાયદેસરના દબાણો સામે બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી રહી છે.
દેશ વિરોધી કૃત્ય અને ગેરકાયદેસરના અતિક્રમણ સામે રાજ્ય સરકારે કડક વલણ અપનાવ્યું છે. રાજ્યભરમાં ગેરકાયદેસરના દબાણો સામે સરકારે ડિમોલિશનની કામગીરી હાથ ધરી છે. જે હેઠળ જુનાગઢમાં મોડી રાતે મજેવડી દરવાજાઅને તળાવ દરવાજા પાસેના ગેરકાયદેસર ધામક બાંધકામો સામે ડિમોલિશનની કામગીરી કરવામાં આવી છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, મોડી રાતે મજેવડી દરવાજા અને તળાવ દરવાજા પાસેના કેટલાક ધામક બાંધકામોને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બુલડોઝર વડે તોડી પડાયા હતા. આ સાથે રેલવે સ્ટેશન રોડ પર પણ ગેરકાયદેસરના અતિક્રમણ સામે ડિમોલિશન કામગીરી કરાઈ હતી.