જૂનાગઢમાં મૂળ પાકિસ્તાની મહિલાએ મતદાન કર્યું

જૂનાગઢ,

ગુજરાત વિધાનસભાના પ્રથમ તબક્કા માટે મતદાન થઇ રહ્યું છે, ત્યારે મતદાન મથકેથી લોકશાહી પર્વની ઉજવણીના વિવિધ દ્રશ્યો સામે આવી રહ્યા છે. યુવક-યુવતી લગ્ન પહેલા મતદાન કરવા પહોંચ્યા હોય તેવા પણ દ્રશ્યો જોવા મળ્યા છે, ત્યારે જૂનાગઢમાં મૂળ પાકિસ્તાની મહિલાએ મતદાન કર્યું છે. આ મહિલાએ તેમના પરિવાર સાથે મતદાન કર્યું હતું.

જૂનાગઢમાં મૂળ પાકિસ્તાનની મહિલાએ મતદાન કર્યું છે. હેમાબહેન આહુજાએ પરિવાર સાથે મતદાન કર્યું છે. હેમાબહેન મૂળ પાકિસ્તાનના મીરપુરખાસના રહીશ છે. તેઓ ચાર વર્ષ પહેલા લગ્ન કરી ગુજરાતમાં આવ્યા હતા. ચાર વર્ષ બાદ ભારતીય નાગરિક્તા મળતા તેમણે પહેલી વાર મતદાન કર્યું છે.

મૂળ પાકિસ્તાનના હેમાબહેન, આહુજા પરિવારના પુત્રવધુ છે. તેમણે સામાજિક રાહે લગ્ન કર્યા હતા. આ સાથે જ હેમાબહેને જણાવ્યું કે, પીએમ મોદી નિયમ લાવ્યા ત્યાર બાદ સામાન્ય પ્રોસેસમાં નાગરિક્તા મળતાં આજે વોટિંગ કર્યું છે. સાથે જ તેમણે પીએમ મોદીનો આભાર માન્યો હતો. તેમણે તમામ લોકોએ વોટિંગ કરવું જોઈએ તેવી અપીલ કરી હતી.