જૂનાગઢમાં મનસુખ માંડવિયા સામે આચારસંહિતા ભંગ કર્યોની કોંગ્રેસે ફરિયાદ નોંધાવી

જુનાગઢ, નેતાઓના પ્રચાર શરુ થતાં જ હવે આચારસંહિતા ભંગની ફરિયાદો થઇ રહી છે. આ ઘટના પોરબંદરની છે. જ્યાં ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા સામે કોંગ્રેસે ચૂંટણીપંચમાં ફરિયાદ થઇ છે. આરોપ છે કે તેમણે પ્રચારમાં સરકારી મિલ્ક્તનો ઉપયોગ કર્યો છે. વંથલી એપીએમસીમાં પ્રચાર સભા યોજાઇ હતી અને જમણવારનું પણ આયોજન કરાયુ. જેની સામે ફરિયાદ કરવામાં આવી છે.

તો બીજી તરફ કોંગ્રેસની ફરિયાદને ભાજપે પાયાવિહોણી ગણાવી છે. જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખે કોંગ્રેસ પર આક્ષેપ કરતા કહ્યું કે કોંગ્રેસની આ ફરિયાદમાં કોઈ દમ નથી. ભાજપે કાર્યક્રમ કરવા માટે ચૂંટણી પંચની મંજૂરી લીધી હતી. ઉપરાંત એપીએમસીમાં સભા બદલ ૩૫૦૦ રૂપિયા ભાડું ચુકવવામાં આવ્યું હતું. આમ ચૂંટણી પ્રચારમાં કોઈ પણ રીતે સરકારી મિલક્તનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.