જુનાગઢમાં લૂંટેરી દુલ્હને યુવક સાથે કરી ૧.૯૦ લાખની ઠગાઈ, લગ્નના દિવસે જ યુવતી ફરાર

જૂનાગઢમાં એક યુવક લગ્નની લાલચે છેતરાયો છે. યુવક સાથે લગ્ન કર્યા બાદ દુલ્હન એક દિવસ જ રહીને ફરાર થઈ ગઈ. આ લૂંટેરી દુલ્હન ઔરંગાબાદની હોવાનું તપાસમાં આવ્યું સામે છે. વિજય ધારૂકિયા નામના યુવાન સાથે લગ્નની લાલચે 1.90 લાખની છેતરપિંડી થઈ છે. તો લગ્ન કરાવનાર ધોરાજીનો વચેટિયા સિરાજ ફકીરને પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે બે મહિલા અને ત્રણ પુરૂષ સહિત પાંચ લોકો સામે ફરિયાદ નોંધી છે.

આ તરફ જુનાગઢમાં મીરાનગર વિસ્તારમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો. પરિવાર ગરબા રમવા ગયો ત્યારે તસ્કરો બંધ મકાનમાં ત્રાટક્યા હતા અને પાંચ લાખ 43 હજારની ચોરી કરી ફરાર થયા હતા. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. સીસીટીવીમાં ત્રણ તસ્કરો કેદ થયા છે. હાલ પોલીસે સીસીટીવીને આધારે ફરાર તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.