જૂનાગઢમાં લાખો રૂપિયાનું સોનુ લઈને બંગાળી કારીગર છૂ થઈ ગયો

જૂનાગઢ,

મૂળ પશ્ર્ચિમ બંગાળના હુગલી જિલ્લાના તોરગાવના અને હાલ જૂનાગઢના જગમાલ ચોકમાં રહેતા તેમજ ચોક્સી બજારમાં સોના ચાંદીના દાગીના બનાવવાની દુકાન ધરાવતા નવાબ અલી અબુ સૈયદ શેખ ઉંમર વર્ષ ૩૯ સાથે એક બંગાળનો તાપસમાં નિર્મલ માજી નામનો કારીગર કામ કરે છે.ત્રણ દિવસ પહેલા પશ્ર્ચિમ બંગાળના મેમરી બર્ધમાન જિલ્લાના કાલસી ગામના અસમૌલસશેખ રમજાન શેખ નોકરી પર આવ્યો હતો. આ બંને કારીગર સાથે રહેતા હતા ગત મોડી રાત્રે દુકાન બંધ કર્યા બાદ દુકાનની ચાવી તાપસ માજી પાસે હતી. સવારે તપાસ માજી પાસે ચાવી ન હતી અને દુકાને જતા ત્યાં તાળું હતું તાળું તોડી તપાસ કરતાં કારીગરના ટેબલના ખાના તૂટેલી હાલતમાં હતા.

તેમાં રાખેલું છ લાખની કિંમતનું ૧૨૯ ગ્રામ સોનું ગાયબ હતું. વેપારી નવાબ અલી અને તેને ત્યાં નોકરી કરતા તાપસ માજીએ તપાસ કરી છતાં ત્રણ દિવસ પહેલાં નોકરીએ આવેલો અસલમૌલ શેખ મળ્યો ન હતો. આથી આ મામલે નવાબ અલીએ પોલીસ ફરિયાદ કરતા એ ડિવિઝન પોલીસે વધુ તપાસ તથા આગળની કાર્યવાહી હાથ ધરી છે.