જૂનાગઢમાં એક પરિવાર બ્લાસ્ટનો શિકાર થયો. ગણેશ નગર વિસ્તારમાં એક ઘરના રસોડામાં ગેસનું રેગ્યુલેટર ભૂલથી ખુલ્લું રહી ગયું, પરિવારના સભ્યએ રસોડાની લાઈટ ઓન કરી અને થયો બ્લાસ્ટ, સાત વર્ષના બાળક સહિત પરિવારના ચાર સભ્યો ગંભીર રીતે દાઝ્યા..
જૂનાગઢના ગણેશ નગરમાં ગતરાત્રિના દસ વાગ્યાની આસપાસ એક મકાનમાં ગેસના બાટલનું રેગ્યુલર ભૂલથી ખુલ્લું રહી જતા બ્લાસ્ટ થતા એક જ પરિવારના ચાર સભ્યો ગંભીર રીતે દાઝ્યા હતા. કટારીયા પરિવાર જમવાનું પતાવી પોતાના ફળિયામાં બેઠોહતા. કટારીયા પરિવારનો નાનો દીકરો હિતેશ પોતાના રૂમમાં વાંચતો હતો.
રસોડામાં એલ્યુમિનિયમના સેક્શન વાળા બારી દરવાજા પણ બંધ હતા. ત્યારે અચાનક જ પરિવારના સભ્યને રસોડામાં કંઈક કામ યાદ આવતા તેને રસોડાનું દરવાજો ખોલી લાઈટ ફોન કરતાની સાથે જ રસોડામાં બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે આસપાસના લોકો પણ આ ધડાકાથી ડરી ગયા હતા. ત્યારે આ ધડાકો થતા કટારીયા પરિવારના ચાર સભ્યો ગંભીર રીતે દાઝી ગયા હતા. પરિવારના સભ્ય કાનજીભાઈ માવજીભાઈ કટારીયા ઉં ૫૬, તેનો દીકરો વિજય કટારીયા ઉં ૩૭, તેના પત્ની મનીષા વિજયભાઈ કટારીયા ઉં ૩૨ અને તેનો ૭ વર્ષનો દીકરો દત્ત વિજય કટારીયા આ ગેસનો બાટલો ફાટવાથી ગંભીર રીતે દાઝ્યા હતા.
ગેસના બાટલાનો આ બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે આસપાસના સ્થાનિકો ડરી ગયા હતા.અને તાત્કાલિક કટારીયા પરિવારના દાઝ્યાની જાણ થતા તેના ઘરે લોકો એકઠા થયા હતા.ત્યારે ૧૦૮ દ્વારા ચારે અભ્યોને સારવાર માટે જુનાગઢ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.જ્યાં ડોકટર દ્વારા ચારે સભ્યોની સારવાર શરૂ કરવામાં આવી હતી.ગંભીર રીતે દાઝેલા ૭ વર્ષના બાળક તેના માતા પિતાની હાલત ગંભીર માનવામાં આવે છે. ત્યારે આ તમામને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ઘરના રસોડામાં રાખેલ ગેસના બાટલાનું રેગ્યુલેટર ભૂલથી શરૂ રહી ગયું હતું.રસોડાના એલ્યુમિનિયમ સેક્શન વાળા બારી દરવાજા બંધ હતા. ઘરે અચાનક જ રેગ્યુલેટર ચાલુ રહી ગયું હોવાથી ગેસ પુરા રસોડામાં ફેલાઈ ગયો હતો. અને અચાનક જ રસોડાની લાઈટ ઓન કરવા જતા બ્લાસ્ટ થયો હતો. જે બ્લાસ્ટમાં રસોડામાં રાખેલી ચીજ વસ્તુઓ વેર વિખેર થઈ સળગી ઊઠી હતી. તો બીજી તરફ રસોડાની એલ્યુમિનિયમ સેક્શન વાળા બારી દરવાજાના કાચ પણ તૂટીને ફળિયામાં ચૂરેચૂરા થઈ ગયા હતા.