જૂનાગઢમાં બસ કંડક્ટર પૈસા લેતો પણ ટિકિટ ન આપતો, ૭૦ રૂપિયા માટે સસ્પેન્ડ થયો

જૂનાગઢ,જૂનાગઢ એસટી ડિવિઝન કંટ્રોલ અરે ૧૦ મુસાફર ટિકિટ ન આપવા બદલ કંડક્ટરને સસ્પેન્ડ કર્યો છે. જૂનાગઢ એસટી ડિવિઝનલ કંટ્રોલર આરપી શ્રીમાળીએ જણાવ્યું હતું કે વનરાજવી વાઢેર પોરબંદર લાંબા રૂટની બસમાં કંડક્ટર તરીકે હતો ત્યારે વિસાવાળા ખાતે ચેકિંગ હાથ ધરાયું હતું.

ચેકિંગ દરમિયાન પાલખરડાથી વિસાવડા સુધી એક મુસાફરની સાત રૂપિયાની ટિકિટ થતી હતી, પરંતુ કંડક્ટર વીવી વાઢેરે આવા ૧૦ મુસાફર પાસે ટિકિટના સાત રૂપિયા લેખે અગાઉથી ૭૦ રૂપિયા ઉઘરાવી લીધા હતા, પરંતુ ટિકિટ આપી ન હતી.

અપ્રમાણિક્તા બદલ તેને બે એપ્રિલ ૨૦૨૩થી નવો ઓર્ડર ન થાય ત્યાં સુધી કંડક્ટર તરીકે ફરજ પરથી સસ્પેન્ડ કરવા હુકમ કરાયો છે, સાથે વેરાવળ ડેપો મેનેજરની મંજૂરી વગર હેડક્વાર્ટર ન છોડવા પણ આદેશ કરાયો છે. આ રીતે જૂનાગઢ કંટ્રોલર હેઠળ આવતા એસ.ટી વિભાગના કંડક્ટર કર્મચારી સામે મુસાફરો અને ટિકિટ ન આપી પૈસા ચાઉ કરી જવા બાબતને લઈ આકરા પગલા લઈ અને સસ્પેન્ડ સુધીની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.