
જૂનાગઢ: હવામાન વિભાગની આગાહીને પગલે જૂનાગઢમાં ગઈકાલથી જ મેઘરાજાએ પોતાની ત્રીજી ઇનિંગ શરૂ કરી હતી. ત્યારે ક્યાંક મહેર તો ક્યાંક કહેર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. માંગરોળમાં ચાર કલાકમાં 10 ઇંચ વરસાદ થી જનજીવન ભારે પ્રભાવિત થયું છે અને સમગ્ર પંથક માં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. હાલ ભારે પાણી ભરાવાથી સોસાયટીઓમાં પણ નીચાણવાળા વિસ્તારોમાં અનેક ઘરોમાં પાણી ઘૂસી જવાની સમસ્યા સર્જાઈ છે.
રાજ્યમાં મેઘરાજા ચારે બાજુથી મેઘ મહેર કરી રહ્યા છે. ત્યારે જૂનાગઢમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે. તો જૂનાગઢના માંગરોળ અને માળિયા હાટીનામાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. માંગરોળમાં ચાર કલાકમાં ૧૦ ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે માળિયામાં ૨ કલાકમાં ૪ ઈંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના પગલે જનજીવન પર અસર કરી છે. તો જૂનાગઢના માંગરોળ, કેશોદ, વેરાવળ રોડ પર પાણી ફરી વળ્યા છે. ભારે વરસાદથી ખેતરો પણ પાણી પાણી થયા છે. તો નદી નાળાઓમાં પુરની સ્થિતિ જોવા મળી છે.
આ તરફ ગીરસોમનાથના સૂત્રાપાડા અને વેરાવળમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ગીરસોમનાથના સૂત્રાપાડામાં જાણે આભ ફાટ્યુ હોય તેવી સ્થિતિ જોવા મળી છે. ગીર સોમનાથમાં સૂત્રાપાડામાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૨ ઇંચ વરસાદ પડ્યા છે. ૧૯ ઇંચ વરસાદથી વેરાવળ જળબંબાકારની સ્થિતિ થઈ છે. તો આ તરફ રાજકોટના ધોરાજીમાં પણ ૧૨ ઈંચ વરસાદ વરસ્યો છે.
ગીર સોમનાથમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા છે. ગીર સોમનાથમાં ગઇકાલ એટલે કે મંગળવાર અવિરત મેઘ કૃપા ઉતરી રહી છે. ભારે વરસાદથી તાલાળા નજીકનો હિરણ-૨ ડેમ ઓવરલો થયો છે. ગીર જંગલ વિસ્તારમાં ધોધમાર વરસાદથી ડેમમાં પાણીની ભરપૂર આવક થતા હિરણ-૨ ડેમ ઓવરલો થયો છે. હિરણ-૨ ડેમના તમામ ૭ દરવાજા ખોલાયા છે. હિરણ ડેમના પાંચ દરવાજા ૨ ફૂટ તેમજ ૨ દરવાજા ૧ ફૂટ સુધી ખોલાવામાં આવ્યા છે. હિરણ ડેમના દરવાજા ખોલાતા હિરણ નદી બે કાંઠે વહેવા લાગી છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે ત્યાં જ જામનગરના કાલાવડ સહિત ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જામનગરના કાલાવડના દેવપુર, ખંઢેરા, નવારાણુંજા, હરિપર, નાનીવાવડીમાં ધોધમાર વરસાદ પડ્યો છે. તો ભારે વરસાદને પગલે જાહેરમાર્ગો પર પાણી ફરી વળ્યા છે.
બીજી તરફ જૂનાગઢના માંગરોળ અને માળિયા હાટીનામાં જળબંબાકાર જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ છે. તો માંગરોળમાં ચાર કલાકમાં ૧૦ ઈંચ વરસાદ વરસ્યો છે. તો માળિયામાં ૨ કલાકમાં ૪ ઈંચ વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે જનજીવન પર અસર પડી છે. આ સાથે જ જૂનાગઢના માંગરોળ, કેશોદ, વેરાવળ રોડ પર પાણી ફરી વળ્યા છે. ભારે વરસાદથી ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. તો નદી નાળાઓમાં પુરની સ્થિતિ જોવા મળી છે.