જૂનાગઢમાં ૧૮ વર્ષીય યુવકનુ હાર્ટ એટેકથી મોત, બગીચામાં કામ કરતા કરતાં જીવ જતો રહ્યો, એક દિવસમાં ૨જી ઘટના

જૂનાગઢ, છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં હાર્ટ અટેકના કિસ્સામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. ત્યારે ગુજરાતમાં વધુ એક હાર્ટ એટક બાદ મોતના સમાચાર સામે આવ્યા છે. જૂનાગઢના માળિયા હાટીના ગડુ ગામે ૧૮ વર્ષીય યુવકનુ હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. નારિયેળીના બગીચામાં કામ કરતા સમયે જીગ્નેશ વાજા નામના યુવાનનુ હાર્ટ એટેક આવતા મૃત્યુ થયું છે.

છેલ્લા ઘણા દિવસથી નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકના બનાવો વધ્યા છે. લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં ક્સરત કરતી, સ્ટેજપર સ્પીચ આપતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ ટળી પડવાની સાથે મૃત્યુના કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે. જૂનાગઢના માળિયા હાટીના ગડુ ગામે માત્ર ૧૮ વર્ષીય યુવક હોર્ટ એટેકથી મોત થયું છે તો બીજી ઘટના રાજકોટમાં બની છ. એસજીવીપી ગુરુકુળમાં ધોરણ ૧૦માં અભ્યાસ કરતા વિદ્યાર્થી સ્ટેજપર સ્પીચ આપતા આપતા બેભાન થયો હતો, જેનું સારવાર દરમિયાન જ મૃત્યું થયું છે.