જુનાગઢ: કાયમી કરવાની માંગ સાથે માંગરોળ ખાતે સફાઈ કામદોરોનો ઉગ્ર દેખાવો

જુનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે સફાઈ કામદોરોએ કાયમી કરવાની માંગ સાથે ચક્કાજામ કરી ઉગ્ર દેખાવો કર્યો હતો.જુનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે સફાઈ કામદોરો રસ્તા પર ઉતરી આવ્યા હતા. છેલ્લા ઘણા સમયથી સફાઈ કામદોરોના પડતર પ્રશ્ર્ને વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે, ત્યારે માંગરોળ ખાતે સફાઈ કામદોરોએ કાયમી કરવાની માંગ સાથે ચક્કાજામ કરી ઉગ્ર દેખાવો કર્યો હતો.

મહિલા સફાઈ કામદારોએ માનવ સાંકળ બનાવી તેમજ એક મહિલાએ રસ્તા પર આડા સૂઈ જઇ ચક્કાજામ કર્યો હતો. જોકે, સફાઈ કામદારોએ ઉગ્ર દેખાવો કરતાં પોલીસે દોડી આવી સફાઈ કામદારોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, નિયમ મુજબ સફાઈ કામદારોની માંગ પર યાન આપવામાં આવશે તેવી માંગરોળ પાલિકાના વહીવટદાર દ્વારા બાહેંધરી અપતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો.