જૂનાગઢ જિલ્લાના યુવાને નાની ઉંમરમાં જ ગુજરાતનું નામ રોશન કર્યું, ઇન્ડિયન આર્મીમાં લેફ્ટનેન્ટ ની પોસ્ટ મળી

મન હોય તો માળવે જવાય આ કહેવતને ચરિતાર્થ કરી છે જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના થાણાપીપળી ગામના યુવાને કે જેને નાની ઉંમરમાં જ પોતાના ગામ ઉપરાંત જિલ્લા અને ગુજરાતનું નામ દેશભરમાં ગુંજતું કર્યું છે.ઇન્ડિયન આર્મીમાં લેફ્ટનેન્ટ ની પોસ્ટ મેળવીને ગૌરવ વધાર્યું છે. ત્યારે લવ પટેલ પીપળી પહોંચતા ની સાથે જ ગામ લોકો દ્વારા તેનું ઉત્સાહપૂર્વક સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું.

જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના થાણા પીપળી ગામના મગનભાઈ પટેલના પુત્ર લવ પટેલે નાની ઉંમરમાં જ પોતાના ગામ અને ગુજરાતનું નામ રોશન કર્યું છે ધોરણ ૬માં અભ્યાસ કરતા જ લવ પટેલ એ બાલાચડીમાં જઈને અભ્યાસ કરવાનું નક્કી કર્યું અને દેશની સેવા કરવી જ છે તેઓ નિર્ધાર સાથે તેમણે સૈનિક સ્કૂલમાં ભરતી થઈ અને તૈયારીઓ શરૂ કરી.બાલાચડી ટ્રેનિંગ સ્કૂલમાં થોડી ઘણી મુશ્કેલી થઈ ત્યારબાદ લવ પટેલે ઇન્ડિયન આર્મીની નેશનલ ડિફેન્સ એકેડેમી અંતર્ગત ટ્રેનિંગ માટેની તૈયારીઓ શરૂ કરી અને તેમાં તેનું સિલેક્શન પણ થઈ ગયું. સતત ૧૧ વર્ષ પોતાના પરિવાર થી દૂર રહીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ટ્રેનિંગ દરમિયાન પણ અન્ય રાજ્યોમાંથી સિલેક્શન થઈને આવેલા યુવાનોએ જય પટેલને ડીમોરલાઈઝ કરવાની ઘણી કોશિશ કરી હતી પરંતુ પોતે ગુજરાતી છે અને ગુજરાતના યુવાનો કોઈ પણ કાર્ય માટે સક્ષમ છે તે સાબિત કરવા તેણે ખૂબ જ કપરી હોય તેવી તમામ પરીક્ષાઓને પાસ કરી અને આજે તેને લેફ્ટનેન્ટ ની પોસ્ટ મેળવી છે.

જય પટેલની આ સફરમાં સૌથી મહત્વનો ફાળો હોય તો તેમના પરિવારજનો છે.થાણા પીપળીમાં રહેતા ફાર્મિંગ નું કામ કરીને મગનભાઈ પટેલે હાલ અમદાવાદમાં ખૂબ જ મોટો બિઝનેસ સંભાળી રહ્યા છે ત્યારે પોતાના બંને જોડિયા બાળકોમાંથી એકને દેશનું ૠણ અદા કરવાનું મનમાં નક્કી કરીને સૌથી મોટા દિકરા જઈને આર્મી જોઈન્ટ કરાવી અને તમામ કપરી પરિસ્થિતિઓમાં પોતાના પુત્ર સાથે રહી અને તેમનો જો મને જુસ્સા સતત વધારતા રહ્યા અને આજે લેફ્ટનેન્ટ ની પોસ્ટ ઉપર સૌથી નાની વયે પહોંચીન ગામનું નહીં પરંતુ જિલ્લા અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે અને ખાના પીપળી પહોંચતા ની સાથે જ ગામ લોકો દ્વારા તેનું ઉત્સાહપૂર્વક સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું.