
જૂનાગઢ,જુનાગઢ અને અમરેલીમાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.જુનાગઢ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતાં અને બપોરબાદ વાતાવરણમાં પલટો આવ્યા હતાં અને વરસાદ પડયો હતો.ધોધમાર વરસાદ પડતાં રસ્તા પર પાણી ફરી વળ્યા હતાં અને નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતાં. જૂનાગઢના આઝાદ ચોક,વણઝારી ચોક,તળાવ દરવાજા દિવાન ચોક કાળવા ચોક મધુરમ ટીંબાવાડી વિસ્તારમાં વરસાદ થયો છે
અમરેલીના કુંકાવવમાં પણ ધોધમાર વરસાદ પડયો હતાં અત્યંત ઉકળાટ બાદ વરસાદની શરૂઆત થઇ હતી અને જોતજોતામાં વરસાદના પાણી બજારમાં વહેતા થયા હતાં.હાલ મગફળીની સિઝન ચાલુ હોય ખેડૂતોને નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે.
એ યાદ રહે કે રાજયમાં નવરાત્રિમાં વરસાદને કારણે ભંગ પડે તેવી આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ,સર્જાતા ફરી વરસાદી માહોલ સર્જાશે ૧૫ અને ૧૬ ઓકટોબરે રાજયમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.