મેંદરડા પંથકમાં દીપડાએ બાળકને ફાડી ખાતા ઘટનાસ્થળે જ મોત નિપજયું. મેંદરડામાં વહેલી સવારે દીપડો ગામના ખેતરમાં ઘૂસ્યો અને બાળક પર હુમલો કર્યો. નાનો બાળક દીપડાનો શિકાર થવાની ઘટના અંગે વનવિભાગને જાણ કરવામાં આવી. વનવિભાગનો સ્ટાફ ઘટનાસ્થળ પર પંહોચી દીપડાના પંજાના નિશાન પરથી તેની શોધખોળ આદરી છે.
ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ મેંદરડાના અમરગઢ રોડ પરના ખેતરમાં વહેલી સવારે દીપડો ઘૂસ્યો. દીપડો ખેતરમાં આંટાફેરા મારતો હતો ત્યારે મજૂરનો સાડાત્રણ વર્ષનો પુત્ર ઘરમાં રમતો હતો. મજૂરના બાળક પર દીપડાએ હુમલો કર્યો ત્યારે પરિવારના કોઈ સભ્ય ત્યાં હાજર નહોતો. નાનો બાળક દીપડાનો શિકાર થતા બચવા માટે વલખાં માર્યા પરંતુ સફળ થઈ શક્યો નહી.
માનવભક્ષી બનેલ દીપડાએ મજૂરી કામ કરી ગુજરાન ચલાવનાર પરપ્રાંતીય મજૂરના નાના પુત્રનો શિકાર કરી મોતને ઘાટ ઉતાર્યો. પરીવારે પોતાનો પુત્ર ગુમાવતા ઘણો દુ:ખી થયો. સ્થાનિકોની મદદથી આ ઘટનાની વનવિભાગને જાણ કરવામાં આવી. જેના બાદ વનવિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવી એ વિસ્તારમાં પાંજરા મૂકયા હતા જેથી દીપડાની પકડી શકાય. જો કે દીપડાના આતંકના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો.