જૂનાગઢ, જૂનાગઢમાં જર્જરિત બિલ્ડીંગ ધરાશાયી થયું હતું. ત્યારે બિલ્ડીંગ ધરાશાયી થતા લોકો કાટમાળ નીચે દટાયા છે. કાટમાળમાં દબાઈ જતા કુલ ચાર વ્યક્તિઓનાં મોત નિપજ્યા હતા. ત્યારે ચાર લોકોનાં મોત નિપજતા સમગ્ર શહેરમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. તો બીજી તરફ પરિવારજનોમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો હતો.
સમગ્ર રાજ્યમાં વરસાદના ત્રીજા રાઉન્ડે હાહાકાર મચાવ્યો છે. તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તો મેઘતાંડવ થતાં તારાજીના ભારે કરપીણ દ્રશ્યો સર્જાયા છે. લોકો મેઘરાજાને હવે ખમૈયા કરવાની પ્રાર્થના કરી રહ્યા છે. વરસાદી માહોલ વચ્ચે જૂનાગઢથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. જૂનાગઢના કડિયાવાડમાં દુર્ઘટના સર્જાઈ છે. કડિયાવાડમાં મકાન ધરાશાયી થતાં 4 લોકો કાટમાળ નીચે દટાયા હતા. મકાન ધરાશાયી થતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા છે. મેયર સહિતના પદાધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા છે.
મકાન ધરાશાયી થતાં રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી છે. NDRFની ટીમ દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉંઈઇ સહિત સ્થાનિકો પણ રેસ્ક્યુની કામગીરીમાં જોડાયા છે. 108 એમ્બુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી છે. ત્યારે કાટમાળમાં દટાયેલા ચાર લોકોનાં મોત નિપજ્યા હતા.
તો જૂનાગઢ મનપા કમિશનર રાજેશ તન્નાએ જણાવ્યું કે, NDRF, પોલીસ અને ફાયરની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. JCP ની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તમામ સિનિયર અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. કાટમાળ નીચે દટાયેલા લોકોને બચાવવાની પ્રાથમિકતા છે.