જુનાગઢમાં મહિલા સંચાલીત જુગારધામમાં પોલીસ ત્રાટકી ૧૦ મહિલાઓની ધરપકડ


જુનાગઢ ,
જોષીપરાના વ્રજ એપાર્ટમેન્ટમાં મહિલા સંચાલીત જુગારધામમાં પોલીસ ત્રાટકી ૧૦ મહિલાઓને ૩૨,૪૦૦ની રોકડ સાથે પકડી લીધી બી ડીવીઝનમાં ફરીયાદ નોંધાઈ છે. બી ડીવીઝન પોલીસને મળેલી બાતમીના આધારે રેડ કરતા જોષીપરાના વ્રજ એપાર્ટમેન્ટના ૫માં માળે બ્લોક ડી-૧માં રહેતા રેખાબેન અનીલ ભીખુ ચૌહાણના ઘરે રમાતા જુગારધામમાં ત્રાટકી મકાન માલીક રેખાબેન અનીલ, કંચનબેન રવજી, મધુબેન કાન્તી ગઢવી, ભાવનાબેન ઉદયલ, મનીષાબેન રમેશ સેંજલીયા, ભારતીબેન જેન્તી કળીયા, વનીતાબેન રાજેશ ધારૈયા, રમાબેન ભુપત પોસીયા, ઈલાબેન મનસુખ પટોડીયા અને ભારતીબેન અશોક વાઘેલાને નાલ રૂા.૧૫૦૦ સહિત કુલ રોકડ રૂા.૩૨,૪૦૦ સાથે ૧૦ મહિલાઓને ઝડપી લઈ બી ડીવીઝન પોલીસમાં ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

જુનાગઢના વડાલ ગામે રહેતા રાજેશ ઉર્ફે રાજુ રાણા વધેરા (ઉ.૪૭)એ બહારથી માણસો બોલાવી વરલીનો અડો ચલાવતો હોવાની બાતમીના આધારે રેડ કરતા મકાનમાલીક જુગાર સંચાલક રાજુ રાણા સહિત ૨૫ને દબોચી લીધા હતા જેમાં ૧૨,૭૦૦ નાલના જુગાર રમતા ઈશમોને ચુકવવાના રૂા.૩૫૮૦૦ હાજર વલીબોર્ડ ઉપરના ૭૪,૩૦૦ મળી કુલ રૂા.૧,૨૨,૮૦૦ ગંજીપતાના પાના વરલી મટકાનું બોર્ડ આંકડાવાળુ ૧૯ મોબાઈલ રૂા.૧,૦૦,૫૦૦ મોસા ૫ રૂા.૧,૦૫,૦૦૦ મળી કુલ રૂા.૩,૨૮,૩૦૦ના મુદામાલ સાથે ૨૫ને દબોચી લઈ તાલુકા પોલીસમાં ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.