જુનાગઢ જિલ્લામાં વકીલોએ લોક અદાલતનો બહિષ્કાર કર્યો

જુનાગઢ,

જુનાગઢમાં બે એડીશ્ર્નલ ડિસ્ટ્રીકટ બે સિનિયર સીવીલ કોર્ટની ઘટ વર્તાઇ રહી છે. જે અંગે જુનાગઢ બાર એસોસીએશન દ્વારા હાઇકોર્ટમાં વારંવાર રજુઆતો કરવામાં આવવા છતાં ધ્યાને ન લેવાતા લોક અદાલતનો બહિષ્કર કરી ૧૨૦૦ જેટલા વકિલોએ રોષ ઠાલવ્યો હતો. ભારતના બંધારણમાં ન્યાય તંત્રને વિશેષ દરજજો આપવામાં આવ્યો છે અને ન્યાયાલયને લોકો ન્યાય મંદિર ગણે છે.

ન્યાયાલય એટલે કે જેમાં આરોપી હોય કે નિર્દોષ વ્યક્તિ, અરજદાર હોય કે કોઇ પણ કેસના પત્રકારો ન્યાય માટે કોર્ટના દરવાજા ખટખટાવે છે. પરંતુ જુનાગઢ ન્યાયાલયના દ્વારા બાર એસોસીએશન દ્વારા બંધ રાખવામાં આવ્યા હતા. જુનાગઢ બાર એસો.ના પ્રમુખ પરેશ ઝીંઝુવાડીયાના જણાવ્યા મુજબ જુનાગઢ ખાતે બે એડીશ્ર્નલ ડિસ્ટ્રીકટ કોર્ટ અને બે સિનિયર સિવિલ કોર્ટની ઘટ વખતે હાઇકોર્ટને વખતો વખત લેખિત મૌખિક રજુઆતો કવરા છતાં તેમની માંગ સંતોષાતા જુનાગઢ અને જીલ્લાના ૧ર૦૦થી વધુ ધારાશાીઓ દ્વારા બેઠક બર્ડની બોલાવી તે બેઠકમાં નકકી કર્યા મુજબ આ પ્રશ્ર્નોનું નિરાકરણ સાથે માંગણી ન સંતોષાય ત્યાં સુધી વિરોધ લોક અદાલતનો કરવામાં આવશે.