બાલાસિનોર પોલીસ ઊંઘતી રહી અને સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા પાડી 2 લાખ 13 હજારનો વિદેશી દારૂ ઝડપ્યો
બાલાસિનોર, બાલાસિનોર તાલુકાના જુના હાડીયા પાસે કરિયાણાની દુકાનમાં દારૂનો અડ્ડો ધમધમતો હોવાની સ્ટેટ મોનીટરીંગ સેલને બાતમી મળતા બાલાસિનોર પોલીસને ઊંઘતી રાખી રેડ કરી હતી. જેમાં સફળતા મળતાં બે લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો.
પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર બાલાસિનોર જૂના હાડિયા ગામની સીમમાં આવેલા ખોડિયાર કિરણા સ્ટોર પાસે આવેલા ગોપાલ કિરના સ્ટોરમાં દારૂની વેચાણ ચાલતું હોવાથી બાતમી આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડા પાડતા ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની-મોટી બોટલો બિયર ટીન મળીને કુલ 1807 નંગ બોટલો મળી આવી હતી. જેની કિંમત 2,13,900 અને 6640 નો મુદ્દામાલ જપ્ત કરી કિરણ ગોપાલ મહેરા અને અજય રમણ મહેરા બન્ને રહે ભોઈવાળા બાલાસિનોરની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
1.રાજેશ ઉર્ફે બોડો મંગળ મહેરા ,દારૂનો ધંધો ચલાવનાર મુખ્ય લિસ્ટેડ પ્રોહી બુટલેગર.
2.જયદીપ રયમલ ઠાકોર,દારૂના ધંધામાં મદદ કરનાર.
3.વિશાલ બાબુભાઈ મહેરા,દારૂના ધંધામાં મદદ કરનાર.
4.જીજ્ઞેશ મહેરા ,દારૂના ધંધામાં મદદ કરનાર.
5.સુનીલ વસંત મહેરા ,દારૂનો સ્ટોક રાખવા મકાન ભાડે આપનાર.
6.આઇ ટ્યુંએન્ટી કારનો ચાલક,દારૂનો જથ્થો આપવા આવનાર.
7.દારૂનો જથ્થો સપ્લાય કરનાર ઈસમ ને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતાં.