જુગારના અડ્ડા પર રેડ : હાલોલમાં જુગાર રમવા આવેલા 12 નબીરાઓ ઝડપાયા,તમામને મોડી રાત્રે જામીનમુક્ત કર્યા.

હાલોલના સંજરીપાર્ક બાદશાહ બાવાની દરગાહ સામે અઝારુદ્દીન માયુદ્દીન વાઘેલા નામનો ઈસમ લાંબા સમયથી પત્તા પનાનો જુગાર રમાડી રહ્યો હતો. ગઈકાલે રાત્રે પોણા નવ વાગ્યે ચોક્કસ સ્થળની બાતમી મળતાં જિલ્લા LCBએ સ્થાનિક પોલીસને સાથે રાખ્યા વગર રેડ કરતા અંદર-બહારનો જુગાર રમાડતાં મુખ્ય સૂત્રધાર સહિત જુગાર રમતાં હાલોલ, ગોધરા, વડોદરા, બોડેલી, વાઘોડિયાના 12 જુગારીઓ ઝડપાઇ ગયા હતા. જિલ્લા એલસીબી રાત્રે તમામની ગોધરા લઈ જઈ પૂછપરછ હાથ ધરી હતી. જોકે તમામને મોડી રાત્રે જામીન મુક્ત કરવામાં આવ્યા હતા.

હાલોલ શહેરના કેટલાક વિસ્તારોમાં ચોક્કસ માથાઓ દ્વારા જાહેરમાં જુગારના અડ્ડાઓ ચલાવવમાં આવી રહ્યા હોવા છતાં સ્થાનિક પોલીસ આ જુગારના અડ્ડાઓ બંધ કરાવવા કંઈ જ નક્કર કાર્યવાહી ન કરતા જિલ્લા એલસીબી હરકતમાં આવી હતી. આવા એક અડ્ડા ઉપર ગત રાત્રે પોણા નવ વાગ્યે રેડ કરતાં જુગાર રમતા 13 જુગારીઓ ઝડપાઇ ગયા હતા. હાલોલના પાવાગઢ રોડ ઉપર અને હોટેલ હેરિટેજની પાછળના વિસ્તારમાં આવેલી બાદશાહ બાવાની દરગાહ સામેના એક મકાનમાં અઝઝૂ માયુદ્દીન વાઘેલા ઘણા સમયથી જુગારનો અડ્ડો ચલાવી રહ્યો હતો. અહીં પંચમહાલ સહિત વડોદરા, છોટાઉદેપુર, અને મહીસાગર, આણંદ જિલ્લાઓમાંથી જુગારીઓ નામ ખેંચી રમાડવામાં આવતો. અંદર બહારનો જુગાર રમવા આવતા હોવાની ચોક્કસ બાતમી ગોધરા એલસીબીને મળી હતી.

ગઈકાલે રાત્રે જિલ્લા એલસીબીએ આવા જ એક અડ્ડા ઉપર છાપો મારતા જુગારનો અડ્ડો ચલાવતો આઝઝૂ વાઘેલા સહિત હાલોલના સ્થાનિક ચાર, ગોધરાનો એક, વડોદરાના પાંચ, વાઘોડિયાનો એક, બોડેલીનો એક મળી 13 નબીરાઓ ઝડપાઇ ગયા હતા. પોલીસે તમામની અંગ જડતી કરતા ₹87,700/- અને દાવ ઉપર લાગેલા ₹ 31,220/- અને ₹ 92,500/- ના 15 નંગ મોબાઈલ મળી ₹ 1,18,920/- રોકડા અને મુદ્દમાલ સહિત ₹ 2,11,420/- કંજરી લઈ તમામ આરોપીઓને ગોધરા લઈ જઈ પૂછપરછ હાથ ધરી હતી.જિલ્લા એલસીબીમાં ફરજ બજાવતા કેતન ભરવાડે હાલોલ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા હાલોલ ટાઉન પોલીસે તમામ આરોપીઓ સામે ગુન્હો નોંધી કાર્યવાહી કરી હતી.

જુગાર રમતા પકડાયેલા જુગારીઓ:

  1. અઝરૂદ્દીન ઉર્ફે અજ્જુ મયુદીન વાધેલા ઉ.વ. 35, હુસૈનીચોક કસ્બા વાઘેલાનો ટેકરો હાલોલ.
  2. ઇમરાનખાન અમીનખાન પઠાણ ઉ.વ. 40, જુની પોસ્ટ ઓફીસ પીંજારવાડ ગોધરા
  3. રાજેશ રમેશચંન્દ્ર અગ્રવાલ ઉ.વ.54, દિનેશમીલ પાછળ પટેલ ચાલ વડોદરા હાલ રહે અટલાદરા પ્રયોગશા અટલાદરા રોડ વડોદરા
  4. હિતેશકુમાર મહેન્દ્રભાઇ સોલંકી ઉ.વ. 34, શાકમાર્કેટ હાલોલ
  5. માસુમખાન અબીબખાન પઠાણ ઉ.વ.24, હુસેની ચોક કસ્બા હાલોલ
  6. ચિરાગ હરીભાઇ પટેલ ઉ.વ. 35, અંબીકાનગર સોસાયટી જરોદ તા.વાઘોડિયા.
  7. મહેશભાઇ સોમાભાઇ રાવળ ઉ.વ. 45, 139/ કમલેશ્વરનગર માંજલપુર વડોદરા
  8. મહેબુબ અબ્બાસ મલીક ઉ.વ. 52, B/106 સનફાર્મા રોડ અબવા કોમ્પલેક્ષ વડોદરા
  9. ફિરોજભાઇ ઉર્ફે ટ્રેક્ટર યુસુભાઇ મકરાણી ઉ.વ.47, રહીમ કોલોની હાલોલ
  10. રામનારાયણ રામદુલારે મોર્ય ઉ.વ. 45, દેવીનગર સોસાયટી બોડેલી.
  11. અલીભાઇ મુસાભાઇ પટેલ ઉ.વ. 47, તાંદલીયા માળી મહોલ્લા તા.વડોદરા
  12. મીતેશ રમણલાલ અગ્રવાલ ઉ.વ.35, B/210 લલીતા ટાવર ચીમન બાદશાહની ચાલ જેતલપુર રોડ વડોદરા
  13. ઇસ્લામભાઇ મોહમદભાઇ બંજારા ઉ.વ. 32, અલકાબા હેરીટેઝ હોટલની પાછળ પાવાગઢ રોડ હાલોલ (મુળ ઇકોના મજવા બનકર તા.ધન્વી જી.ગોન્ડા, ઉત્તર પ્રદેશ)