જેટીએસના કાર્યકરો યુનિટના આધારે બિલ આપવા માંગ કરી: દાહોદમાં આગળના યુનિટના આધારે વીજ બિલ બનાવાતાં આવેદન અપાયું.

  • દાહોદમાં એમજીવીસીએલ દ્વારા બે મહિને લાઈટ બિલ આપવામાં આવ્યું છે.
  • હાલમાં આગળના વપરાયેલા યુનિટ પ્રમાણે વીજ બિલ બનાવવામાં આવી રહ્યુ હોવાનું જણાવીને જેટીએસના કાર્યકરો છે દ્વારા કલેક્ટરને આવેદન આપ્યુ હતું.

આવેદનમાં જણાવાયુ હતું કે, પ્રાઈવેટ એજન્સી મારફતે થઈ રહ્યું છે એવું જાણવું મળ્યું છે અને આ એજન્સી રદકરવા માગ, નહીંતો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરાશે.

એજન્સીના માણસો દર બે મહિને ઘરે ઘરે મીટરમાં યુનિટ ચેક કરીને લાઈટબીલ આપવાના બદલે આશરે પાછલા લાઈટબીલના આધારે લાઈટબીલ આપી રહ્યા છે. જેના કારણે એક સાથે, 10,000, 20,000 જેટલું લાઈટબીલ ભરવા પાત્ર થતું હોય અને એક સાથે ન ભરી શકતા મીટર કપાય જાય છે. તેથી રેગ્યુલર લાઈટબીલ આપે અથવા આ એજન્સી રદ કરવામાં આવે અને નિયમિત કામ કરતી કોઈ એજન્સીને આપવામાં આવે જો.

આવું થશે નહીં તો આવનાર સમયમાં જનતા ટાઈગર સેના દાહોદ જીલ્લાની જનતાને સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી આપવામાં આવી હતી. ઉંઝજ ગુજરાત પ્રદેશ પ્રમુખ દેવેન્દ્ર મેડા, સામાજીક આગેવાન, જયેશભાઈ સંગાડા, ક્રિષ્ના ચારેલ, પરમેશ્ર્વર પલાસ, વિનોદ માવી, શાહરૂખ શૈખ, સંજયભાઈ હઠીલા, મુકેશભાઈ સંગાડા, બાદલ નિનામા, કૈલાશ પણદા સહિતના વડિલો ઉપસ્થિત રહ્યા હતાં.