હૈદરાબાદ,
તેલંગાણામાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે હવે રાજનીતિ તેજ થઈ છે. તેલંગાણાના સ્વાસ્થ્ય મંત્રી હરીશ રાવે બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા પર પ્રહાર કર્યા છે. હરીશ રાવે કહ્યું કે, જેપી નડ્ડા પહેલા તેમના ગૃહ રાજ્ય હિમાચલ પ્રદેશની ચિંતા કરે, બીઆરએસને નીતિશા અને જવાબદારીઓનો ઉપદેશ આપતા પહેલા ત્યા ભાજપ હારી ગયું.
કરીમનગરમાં એક સભા દરમિયાન બીઆરએસ નેતા બીજેપી પર વરસ્યા હતા. અહીં તેમણે જેપી નડ્ડાને આડે હાથ લેતા દાવો કર્યો કે, કેન્દ્ર સરકારે દર મહિને ૧,૦૦,૦૦૦ કરોડ રૂપિયાની લોન લઈને દેશને દેવામાં ધકેલી દીધો છે.પત્રકારો સાથે વાત કરતા તેમણે સવાલ કર્યો કે, જેપી મુનુગોડેમાં પ્રસ્તાવિત લોરોસિસ હોસ્પિટલ અંગે કેમ મૌન રહ્યા? જેનો તેમણે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હતા ત્યારે શિલાન્યાસ કર્યો હતો. તેમણે તેના વિશે કેમ વાત ન કરી? પહેલા તેઓ જવાબ આપે અને હિમાચલ પ્રદેશ વિશે વિચારે. તેમની વિચારધારા અન્ય સરકાર વિશે જૂઠું બોલવાની છે. તેમને દેશને દેવાની જાળમાં ફસાવ્યો છે, બીઆરએસે નહીં. મંત્રીએ નડ્ડાની ટીકા કરતા કહ્યું કે, ભાજપ જનધન ખાતામાં પૈસા મોકલવાના વચનને ભૂલી ગઈ છે અને અન્યો પર ખોટા આરોપો લગાવી રહી છે.
હરીશ રાવે કહ્યું કે, બીઆરએસ સરકાર તેલંગાણા રાજ્ય સરકારના કર્મચારીઓના પગારની તુલના અન્ય રાજ્યોના સરકારી કર્મચારીઓ સાથે શ્ર્વેતપત્ર બહાર પાડવા માટે તૈયાર છે. તમે અમારા પર વિલંબિત પગારનો આરોપ લગાવી રહ્યા છો. અમે દેશમાં શ્રેષ્ઠ ચૂકવણી કરીએ છીએ. તમે એક્ટની આડમાં અમારી ઉધાર મર્યાદામાં અવરોધો ઉભા કર્યા છે.