જામનગર, રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ વધી ગયો છે. ત્યારે દરરોજ ઢોરે અડફેટે લેવાની ઘટનાઓ સામે આવતી હોય છે. આવી જ એક ઘટના જામનગરના જોડિયામાં બની છે. જોડિયામાં રખડતા ઢોરે વૃદ્ધને અડફેટે લેતાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું.
મળતી માહિતી મુજબ બકાલુ માર્કેટમાં ગોપાલ દવે નામના વૃદ્ધને રખડતા ઢોરે અડફેટે લેતાં તેમને માથાના ભાગે ગંભીર ઈજાના કારણે હેમરેજ થઈ જતાં સારવાર માટે પહેલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને બાદમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. મહાનગરોમાં તો રખડતા ઢોરનો અસહ્ય ત્રાસ છે જ એવામાં હવે જોડિયા જેવા નાના શહેરોમાં પણ રખડતા ઢોરનો ત્રાસ વધી ગયો છે. તંત્ર દ્વારા રખડતા ઢોર મુદ્દે ઝડપથી નિરાકરણ લાવવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.