જયપુર, રાજ્યમાં જોધપુર અને ઉદયપુરની આસપાસના વિસ્તારોમાં વરસાદ અને કરા પડ્યા હતા. રાજધાની જયપુર, ચિત્તોડગઢ, સવાઈ માધોપુર, રાજસમંદ અને પાલીમાં પણ વરસાદ પડ્યો હતો. બિકાનેરમાં ભારે વરસાદ બાદ જમીન સફેદ ચાદરથી ઢંકાયેલી જોવા મળી હતી. રાજ્યના ઉત્તર-પશ્ર્ચિમ જિલ્લાઓ ઉપરાંત દક્ષિણ-પૂર્વના જિલ્લાઓમાં ઘણી જગ્યાએ ૮૨ કિમીની ઝડપે આંધી અને ભારે વરસાદ પડ્યો હતો.હવામાન વિભાગે આગામી ૩ દિવસ સુધી વાવાઝોડા અને વરસાદની ચેતવણી જારી કરી છે. આ દરમિયાન ભેજ વધશે, ઘણા શહેરોમાં પારો ૨ થી ૪ સુધી વધશે. ૬ જૂન પછી ઘણા શહેરોમાં દિવસનું તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સિયસ અથવા તેનાથી વધુ થઈ શકે છે. આગામી સપ્તાહ સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના નબળા પડવાના કારણે ગરમીમાં પણ વધારો થશે.
ભોપાલ સહિત ૧૫ જિલ્લામાં તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને પાર કરી ગયો હતો. પાટનગરમાં બપોરે વરસાદ બાદ માત્ર ૨ કલાકમાં જ તાપમાનનો પારો ૫.૪ ડિગ્રી ગગડ્યો હતો. અહીં બપોરે ૩:૩૦ વાગ્યે પારો ૪૦.૪ ડિગ્રી હતો જે સાંજે ૫:૩૦ વાગ્યે ઘટીને ૩૫ ડિગ્રી પર આવી ગયો હતો. આ સિવાય ઈન્દોર, મંદસૌર, નર્મદાપુરમ, મંડલા, બાલાઘાટ અને છિંદવાડામાં પણ વરસાદ પડ્યો હતો.રાજ્યમાં ચાલુ વરસાદ અને કરા આગામી બે દિવસ પણ ચાલુ રહેશે. રવિવારે ભોપાલ, ઉજ્જૈન, નર્મદાપુરમ સહિત રાજ્યના ૧૭ જિલ્લાઓમાં જોરદાર આંધી અને વરસાદની સંભાવના છે. આ દરમિયાન કરા પણ પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે આવું થશે.
યુપીમાં હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં ૧૫ જૂન સુધી આકરી ગરમી પડશે. પૂર્વાંચલના ૧૦ જિલ્લાઓ માટે હીટવેવ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અહીં ગરમ ??હવાના ઝાપટા તમને સૌથી વધુ પરેશાન કરશે. જેમાં ગાઝીપુર, ચંદૌલી, સોનભદ્ર, મિર્ઝાપુર, ભદોહી, વારાણસી, પ્રયાગરાજ, જૌનપુર, કૌશામ્બી, ચિત્રકૂટનો સમાવેશ થાય છે. તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સિયસથી ઉપર રહેશે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ૬ દિવસમાં દિલ્હીનો પારો ૬ ડિગ્રી સુધી વધી શકે છે. ભારે પવન અને વરસાદને કારણે લગભગ ૧૦ દિવસથી વાતાવરણ ભેજવાળુ રહ્યું છે. શનિવારે મહત્તમ તાપમાન ૩૬ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૨.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. બુધવાર સુધીમાં મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી સુધી પહોંચી શકે છે અને શુક્રવાર સુધીમાં તે ૪૨નો આંકડો પાર કરી શકે છે.
હિમાચલ પ્રદેશમાં તડકો હતો. જેના કારણે તાપમાનમાં વધારો થતાં લોકોને ઠંડીથી રાહત મળી હતી. શનિવારે શિમલામાં મહત્તમ તાપમાન ૨૩.૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. લાંબા સમય સુધી સક્રિય રહ્યા બાદ હિમાચલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળું પડ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ધીમે ધીમે અન્ય રાજ્યોમાં પણ ઘટશે.હિમાચલના હવામાન વિભાગના નિર્દેશક સુરેન્દ્ર પોલે કહ્યું છે કે રાજ્યમાં પશ્ર્ચિમી વિક્ષેપ વધુ ત્રણ દિવસ સુધી નબળો રહેશે. રાજ્યમાં ૬ જૂન સુધી હવામાન ચોખ્ખું રહેશે. આ પછી ૭ જૂને ફરી એકવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રાજ્યમાં દસ્તક આપી રહ્યું છે. રાજ્યમાં ૭ જૂને વરસાદની આગાહી છે.
પંજાબમાં ૬ જૂન સુધી હવામાન સાફ રહેવાના સંકેતો છે. હવામાન બદલાતા મહત્તમ તાપમાનમાં ૩ ડિગ્રી સુધીનો વધારો થયો છે. અત્યારે તાપમાનમાં ૩ થી ૪ ડિગ્રીનો વધુ વધારો જોવા મળી શકે છે. શનિવારે રાજ્યનું મહત્તમ સરેરાશ તાપમાન ૩૫ ડિગ્રીને પાર નોંધાયું હતું. સાથે સાથે આ સમયે લઘુત્તમ તાપમાન પણ ૧૮ થી ૨૨ ડિગ્રી નોંધાઈ રહ્યું છે, જેના કારણે હજુ પણ રાતે ઠંડી પડી રહી છે.