સંયુકતરાષ્ટ્ર, ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ૭ ઓક્ટોબરે શરૂ થયેલું યુદ્ધ હજુ પણ ચાલુ છે. ગાઝામાં ચાલી રહેલા સંઘર્ષમાં અત્યાર સુધીમાં ૩૦ હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. ઇઝરાયેલી ડિફેન્સ ફોસસ હવે દક્ષિણ ગાઝામાં ગ્રાઉન્ડ ઓપરેશનની તૈયારી કરી રહી છે. દરમિયાન, સંયુક્ત રાષ્ટ્રની ખાદ્ય એજન્સીએ કહ્યું કે ઉત્તરી ગાઝામાં દુકાળનો ભય છે, કારણ કે અહીંની ૭૦ ટકા વસ્તી ભૂખમરોનો સામનો કરી રહી છે. જો યુદ્ધ આગળ વધે તો ગાઝા પટ્ટીની કુલ વસ્તીનો અડધો ભાગ ભૂખમરાની અણી પર પહોંચી શકે છે.
આ ભયાનક અહેવાલ એવા સમયે સામે આવ્યો છે જ્યારે ઈઝરાયેલ પર રફાહ ક્રોસિંગ ખોલવાનું દબાણ છે જેથી પેલેસ્ટાઈનના સહયોગી ગાઝામાં મદદ મોકલી શકે. યુરોપિયન યુનિયનના ટોચના રાજદ્વારીએ કહ્યું કે દુષ્કાળ લગભગ નિશ્ર્ચિત છે કારણ કે ભૂખમરોનો ઉપયોગ યુદ્ધના શ તરીકે થઈ રહ્યો છે.
આઇડીએફએ હમાસ કમાન્ડરને માર્યો હોવાનો દાવો કર્યો હતો જે સશ હતો. તે હોસ્પિટલની અંદર છુપાયેલો હતો. ઓપરેશનમાં એક જવાન પણ શહીદ થયો હતો. ઇઝરાયેલની સેનાએ ગયા વર્ષે નવેમ્બરમાં અલ-શિફા હોસ્પિટલ પર હુમલો કર્યો હતો. ત્યારે સેનાએ દાવો કર્યો હતો કે હમાસે હોસ્પિટલની અંદર અને નીચે કમાન્ડ સેન્ટર બનાવ્યા છે. વર્લ્ડ ફૂડ પ્રોગ્રામના તાજેતરના અહેવાલ મુજબ, ગાઝામાં લગભગ દરેક જણ પૂરતો ખોરાક મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. લગભગ ૬૭૭,૦૦૦ લોકો ઉચ્ચતમ સ્તરની ભૂખનો અનુભવ કરી રહ્યા છે. જેમાં ઉત્તર ગાઝાના ૨૧૦,૦૦૦ લોકોનો સમાવેશ થાય છે. ગાઝાની કુલ વસ્તી ૨૩ લાખ છે. અહેવાલમાં ચેતવણી આપવામાં આવી છે કે ઇઝરાયેલે ગાઝાના દક્ષિણી શહેર રફાહ પર હુમલાઓ તેજ કર્યા છે, જેમ કે વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ વારંવાર ચેતવણી આપી છે. યુદ્ધ ૧૦ લાખથી વધુ લોકોને (ગાઝાની લગભગ અડધી વસ્તી) વિનાશક ભૂખમરા તરફ ધકેલી શકે છે.