જો તમે સમયસર આઇટીઆર ફાઇલ કરી શક્તા નથી તો તમારા પર દંડ લાદવામાં આવી શકે છે

આ વખતે નાણાકીય વર્ષ ૨૦૨૪નું બજેટ નાણામંત્રી નિર્મલા સીતારમણ ૨૩ જુલાઈએ રજૂ કરવાના છે. દર વખતની જેમ આ વખતે પણ પગારદાર વર્ગ આવકવેરાના દાયરામાં વધારો કરવા માંગ કરી રહ્યો છે. નોકરીયાતોની માંગ છે કે આવકવેરાના સ્લેબમાં ફેરફાર કરવાથી ખર્ચ માટે વધુ પૈસા હાથમાં રહેશે અને બચતને પણ પ્રોત્સાહન મળશે. આ બધાની વચ્ચે તમે ૩૧મી જુલાઈ સુધી તમારું આઇટીઆર રિટર્ન ફાઈલ કરી શકો છો. આ બંને બાબતોમાં જુલાઇનો છેલ્લો સપ્તાહ નોકરિયાત વર્ગ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. સૌથી પહેલા ૨૩મીએ આવકવેરા સંબંધિત મોટી જાહેરાત થઈ શકે છે. આ પછી ૩૧ જુલાઈ સુધીમાં તમારું આઇટીઆર ફાઈલ કરવું જરૂરી છે.

જો તમે સમયસર આઇટીઆર ફાઇલ કરી શક્તા નથી, તો આવકવેરા વિભાગ દ્વારા તમારા પર દંડ લાદવામાં આવી શકે છે. સરકાર ગમે તે હોય, મયમ વર્ગને રાહત આપવા માટે સમયાંતરે પગલાં લેવામાં આવે છે. તેમ છતાં લોકો સરકારની કાર્યવાહીથી સંપૂર્ણ સંતુષ્ટ નથી. ૧ ફેબ્રુઆરી ૨૦૨૪ ના રોજ રજૂ કરાયેલા બજેટમાં આવકવેરાને લગતી કોઈ જાહેરાત કરવામાં આવી ન હતી. પરંતુ આ પહેલા ૨૦૨૩માં નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા કરાયેલી જાહેરાતથી પગારદાર વર્ગ અને મયમ વર્ગને સૌથી વધુ ફાયદો થયો હતો.

જ્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા વર્ષ ૨૦૨૩નું બજેટ રજૂ કરવામાં આવી રહ્યું હતું ત્યારે સૌનું યાન આવકવેરા પર હતું. જ્યારે તેણે આ વિશે વાત શરૂ કરી તો થોડીવાર માટે લોકોના શ્ર્વાસ થંભી ગયા. ૧ ફેબ્રુઆરી, ૨૦૨૩ ના રોજ, નાણામંત્રીએ જાહેરાત કરી હતી કે નવી કર વ્યવસ્થા હેઠળ ૭ લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. નોકરિયાત વર્ગ અને મધ્યમ વર્ગને સરકારે આપેલી આવકવેરામાં છૂટનો સૌથી વધુ લાભ મળ્યો. સ્ટાન્ડર્ડ ડિડક્શન હેઠળ ઉપલબ્ધ રૂ. ૫૦,૦૦૦ની છૂટ સાથે, પગારદાર વર્ગને રૂ. ૭.૫૦ લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી. જો કે, નવી કર વ્યવસ્થામાં કોઈપણ પ્રકારના રોકાણ પર કોઈ કરમુક્તિ નથી.

આ નિયમ લાગુ કર્યા પછી, નાણામંત્રીએ કહ્યું હતું કે લોકોમાં શંકા છે કે ૭ લાખ રૂપિયાથી વધુની કમાણી કરનારાઓનું શું થશે? તેણે કહ્યું કે અમે એક ટીમ તરીકે બેઠા અને તેની વિગતવાર ચર્ચા કરી. આમાં અમે તારણ કાઢ્યું કે વ્યક્તિ દરેક વધારાના ૧ રૂપિયા માટે કયા સ્તરે ટેક્સ ચૂકવે છે. ૭.૨૭ લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ ચૂકવવામાં આવતો નથી. બ્રેક ઈવન માત્ર રૂ. ૨૭,૦૦૦માં મળે છે. આ પછી તમે ટેક્સ ભરવાનું શરૂ કરો છો. નાણામંત્રીએ એ પણ સ્પષ્ટ કર્યું હતું કે તમારી પાસે ૫૦,૦૦૦ રૂપિયાનું પ્રમાણભૂત કપાત છે.

નવી કર પ્રણાલીને કપાત-મુક્ત કર પ્રણાલી પણ કહેવામાં આવે છે. ભારત સરકારે તેને નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં રજૂ કર્યું હતું. આ વિકલ્પ પસંદ કરતી વ્યક્તિઓને જૂના કર પ્રણાલીની સરખામણીમાં ઓછા કર દરનો લાભ મળે છે. આમાં ૨૦૨૩ થી ૫૦,૦૦૦ રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન સામેલ કરવામાં આવ્યું છે. હવે ૦-૩ લાખ રૂપિયાની આવક પર કોઈ ટેક્સ ભરવાનો નથી. ૩ થી ૬ લાખ રૂપિયાની આવક પર ૫ ટકા, ૬ થી ૯ લાખ રૂપિયાની આવક પર ૧૦ ટકા, ૯ થી ૧૨ લાખ રૂપિયાની આવક પર ૧૫ ટકા, ૧૨ થી ૧૫ લાખ રૂપિયાની આવક પર ૨૦ ટકા અને ૧૫ લાખથી વધુની આવક પર ૩૦ ટકા.

ઓલ્ડ ટેક્સ રેજીમને ડિડક્શન ટેક્સ સિસ્ટમ પણ કહેવામાં આવે છે. તે દેશમાં લાંબા સમયથી અમલમાં છે. આમાં ઘણા પ્રકારની કર કપાત અને છૂટ ઉપલબ્ધ છે, જે તમારી કર જવાબદારી ઘટાડવામાં મદદ કરે છે. આમાં ૨.૫ લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. જેમાં કરદાતાએ વાર્ષિક ૨.૫ થી ૫ લાખ રૂપિયા પર ૫%ના દરે ટેક્સ ચૂકવવો પડશે. જો તમારી વાર્ષિક આવક ૫ થી ૧૦ લાખ રૂપિયા છે તો તમારે ૨૦ ટકાના દરે ટેક્સ ચૂકવવો પડશે. પરંતુ ૧૦ લાખ રૂપિયાથી વધુની આવક પર ટેક્સનો દર વધીને ૩૦ ટકા થઈ જાય છે. પરંતુ આમાં તમને વિવિધ પ્રકારના ટેક્સ બેનિફિટ મળે છે.