જો સંબંધમાં સુધારાની શક્યતા નથી તો દંપતિને છ મહિના રાહ જોવાની જરૂર નથી : સુપ્રીમ કૉર્ટ

નવીદિલ્હી,હિંદૂ વિવાહ અધિનિયમની કલમ ૧૩ બી હેઠળ ડિવૉર્સ લેનાર દંપતિએ છ મહિનાની રાહ ફરજિયાત જોવી પડે છે. એમ એટલા માટે કે જો બન્નેનાં સંબંધમાં થોડીક પણ શક્યતા હોય તો તેને બચાવી શકાય. સુપ્રીમ કૉર્ટની સંવિધાન પીઠે ડિવૉર્સ સાથે જોડાયેલા કેસ મામલે પોતાનો નિર્ણય સંભળાવતા કહ્યું કે જો સંબંધમાં સુધારાની શક્યતા નથી તો દંપતિને છ મહિના રાહ જોવાની જરૂર નથી. સંવિધાન પીઠે કહ્યું કે વિવાહમાં ક્યારેય ન સુધરનારા સંબંધના આધારે ડિવૉર્સ આપવા માટે સુપ્રીમ કૉર્ટ કલમ ૧૪૨ હેઠળ પ્રાપ્ત અપરિહાર્ય શક્તિઓનો ઉપયોગ કરી શકે છે.

હાલના વિવાહ કાયદા પ્રમાણે પતિ-પત્નીની સહેમતિ છતાં પહેલા ફેમિલી કૉર્ટ એક સમય સીમા (૬ મહિના) સુધી બન્ને પક્ષોને પુનર્વિચાર કરવાનો સમય આપે છે. હવે સુપ્રીમ કૉર્ટની નવી વ્યવસ્થા પ્રમાણે, એકમેકની સહેમતિથી ડિવૉર્સ માટે નક્કી કરેલ ૬ મહિનાની રાહ જોવાની જરૂર નથી.

સુપ્રીમ કૉર્ટની સંવિધાન પીઠે કહ્યું કે આમાં કોઈ શંકા નથી કે આ કૉર્ટ પાસે કોઈપણ બેડીઓ વિના ન્યાય કરવાની સંપૂર્ણ શક્તિ છે. આ કૉર્ટ માટે એ શક્ય છે કે ક્યારેય ન સુધારી શકાય તેવા સંબંધના આધારે ડિવૉર્સ આપી શકાય. ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૨ના પાંચ-ન્યાયાધીશોની સંવિધાન પીઠે આ સંદર્ભમાં પોતાનો નિર્ણય સુરક્ષિત રાખી લીધો.

હકિક્તે, સુપ્રીમ કૉર્ટની સંવિધાન પીઠને મોકલવામાં આવેલ આ ઘટના હતી જેમાં હિંદૂ વિવાદ અધિનિયમની કલમ ૧૩ બી હેઠળ એકમેકની સહેમતિથી ડિવૉર્સ માટે ફરજિયાત પ્રતીક્ષા મર્યાદાને ટાળી શકાય છે કે નહીં. જેના પર હવવે સંવિધાન પીઠે પોતાનો નિર્ણય આપી દીધો છે.

સુપ્રીમ કૉર્ટની ડિવીઝન બેન્ચે સાત વર્ષ પહેલા આ અરજીને પાંચ જજની સંવિધાન પીઠ પાસે મોકલી હતી. નિર્ણય આપનારી સુપ્રીમ કૉર્ટની આ સંવિધાન પીઠમાં જસ્ટિસ સંજય કિશન કૌલ, જસ્ટિસ સંજીવ ખન્ના, એએસ ઓકા, જસ્ટિસ વિક્રમ નાથ અને જેકે માહેશ્ર્વરી સામેલ રહ્યા.