જો ઈઝરાયલની સેના ગાઝામાં હમાસ સામે જમીની યુદ્ધ શરૂ કરશે તો તેને તેની ભારે કિંમત ચૂકવવી પડશે.

તેલઅવીવ, જો ઈઝરાયલની સેના ગાઝામાં હમાસ સામે જમીની યુદ્ધ શરૂ કરશે તો તેને તેની ભારે કિંમત ચૂકવવી પડશે. લેબનોન આ લડાઈમાં સામેલ છે. ઈરાન સમર્થિત લેબનોન ઉગ્રવાદી સંગઠન હિઝબુલ્લાહના નાયબ વડા શેખ નઈમ કાસિમે આ વાત કહી હતી.

શેખ નઈમ કાસિમે કહ્યું, છેલ્લા બે અઠવાડિયાથી ઈઝરાયલની સેના સામે લડીને અમે ઇઝરાયલની સેનાને નબળી બનાવી રહ્યા છીએ. અમને આવનારી લડાઈમાં આનો ફાયદો થશે. હિઝબુલ્લાએ ઈઝરાયલ સાથે યુદ્ધની તૈયારી જાહેર કરી છે.

ઈરાન સમથત જૂથ હિઝબુલ્લાહએ જણાવ્યું હતું કે લેબનોન જૂથ હિઝબોલ્લાહના ચાર લડાકુઓએ શનિવારે ઈઝરાયલ સાથેની સરહદે માર્યા ગયા હતા, જે સરહદી વિસ્તારમાં વધતી હિંસાના બે અઠવાડિયા દરમિયાન માર્યા ગયેલા તેના સભ્યોની સંખ્યા ૧૭ પર લાવે છે. હિઝબુલ્લાહનો દાવો છે કે તેના લડાકુઓએ ઈઝરાયેલી સેનાને પણ જાન-માલનું ભારે નુક્સાન પહોંચાડ્યું છે.

પેલેસ્ટિનિયન જૂથ હમાસે ઓક્ટોબર ૭ ના રોજ ઈઝરાયલ પર ઘાતક હુમલો કર્યો ત્યારથી હિઝબોલ્લાહ અને ઈઝરાયલી દળો સરહદ પર લગભગ દરરોજ ગોળીબાર કરી રહ્યા છે અને ઈઝરાયલે ગાઝા પર ભીષણ હવાઈ હુમલા સાથે જવાબ આપ્યો. ગોળીબાર એ ૨૦૦૬ના હિઝબુલ્લાહ અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધ પછી ઈઝરાયલ-લેબનોન સરહદ પરની તાજેતરની હિંસા છે.