ભોપાલ,
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે કહ્યું કે જો તેમની પાર્ટી કેન્દ્રમાં આવશે તો અન્ય પછાત વર્ગ(ઓબીસી)ના લાભ માટે બંધારણ માટે સુધારો કરશે. કમલનાથનું નિવેદન પ્રદેશમાં વિધાનસભા ચુંટણી પહેલા ઓબીસી સમુદાયની વચ્ચે પોતાની પાર્ટીની સ્થિતિ મજબુત કરવાના સંદર્ભમાં જોવામાં આવી રહ્યું છે. પ્રદેશમાં ૨૦૨૩ના અંત સુધી વિધાનસભા ચુંટણી થનાર છે.મધ્યપ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષે ભાજપ સરકાર પર રાજયમાં ઓબીસી સમુદાયને છેંતરપીડી કરવાનો પણ આરોપ લગાવ્યો.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથે સતનામાં ઓબીસી વર્ગના સંમેલનને સંબોધિત કરતા કહ્યું કે હું વચન આપું છું કે જયારે પણ અમારી સરકાર કેન્દ્રમાં આવશે ત્યારે અમે બંધારણીય સુધારો કરી અમારા પછાત વર્ગની યોગ્ય વસ્તી ગણતરી કરાવશે અને પછાત વર્ગને અનામતનો લાભ સુનિશ્ર્ચિત કરાવશે. રાજયના પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે જયારે મધ્યપ્રદેશમાં (૧૮ ડિસેમ્બર ૨૦૧૮થી ૨૩ માર્ચ ૨૦૨૦ સુધી ) અમારી સરકાર હતી ત્યારે મેં એવું કયું પાપ કર્યું હતું કે મે પછાત વર્ગને ૨૭ ટકા અનામત આપ્યું પરંતુ ભાજપની નીયત ખરાબ હતી ભાજપે પછાત વર્ગની સાથે છેંતરપીડી કરી અને મામલાને અદાલતમાં લઇ ગઇ.
પોતાના મુખ્યમંત્રીના કાર્યકાળ તરફ ઇશારો કરતા કમલનાથે કહ્યું કે ત્યારે ૧૫ વર્ષ બાદ રાજયમાં કોંગ્રેસની સરકાર બની હતી જયારે હું મુખ્યમંત્રી હતો ત્યારે અમે સાફ નીયત અને નીતિનો પરિચય આપ્યો હતો તેમણે કહ્યું કે વર્ષ ૨૦૦૩થી લઇ અત્યાર સુધી ભાજપે ૧૮ વર્ષ શાસન કર્યું છે. ૧૮ વર્ષમાં અને ખાસ કરીને ગત ૩ વર્ષમાં પોતાના (ભાજપ) મધ્યપ્રદેશને શું આપ્યું.મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ૨૦,૦૦૦ જાહેરાતો કરી સ્માર્ટ સિટીના નામ પર કરોડોનું કૌભાંડ કર્યું આ સ્માર્ટ સિટીની નહીં આ સ્માર્ટ કૌભાંડની વાત છે.
કમલનાથે આરોપ લગાવ્યો કે શિવરાજ સિંહ ચૌહાણ તો પોતે કહે છે કે હું (ચૌહાણ) તો જાહેરાત મશીન છું,શિવરાજ સિંહ ચૌહાણ જાહેરાત મશીન તો છે આ સાથે ખોટું બોલવાનું પણ મશીન છે.તે જો દિવસ ભર ખોટું ન બોલે અને કમલનાથની ટીકા ના કરે તો તેમનું ભોજન હજમ થતુ નથી.
પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જયારે ભારત જોડો યાત્રા શરૂ કરી તો તેમણે કહ્યું હતું કે આ યાત્રાનું કોઇ રાજનીતિક લક્ષ્ય નથી આ યાત્રા તો દેશને જોડવાની સંસ્કૃતિને બચાવવાની યાત્રા છે કમલનાથે કહ્યું કે આપણે આઝાદી તો પ્રાપ્ત કરી લીધી પરંતુ જયાં સુધી આપણા દેશમાં યોગ્ય વસ્તીગણતરી થશે નહીં આપણા પછાત વર્ગની યોગ્ય ઓળખ થશે નહીં.