- કંગનાએ પહેલીવાર ચૂંટણી લડવા અંગે નિવેદન આપ્યું
- ‘ભગવાન શ્રી કૃષ્ણની કૃપા રહી તો લોકસભા ચૂંટણી લડશે’
- ‘દ્વારકા વિશે હમંશા કહ્યું છે કે તે દિવ્ય નગરી છે’
બોલિવૂડ અભિનેત્રી કંગના રણૌત તેના ઉગ્ર સ્વભાવના કારણે જાણીતી છે. રાજકીય હોય કે સામાજિક તે દરેક મુદ્દાઓ પર ખુલીને બોલે છે. કંગનાએ રાજકારણમાં આવવાને લઈ પૂછવામાં આવેલા સવાલનો જવાબ પ્રથમ વખત આપ્યો છે. જો કે, આ સવાલનો જવાબમાં તે દર વખતે ઈન્કાર કરતી હતી. પરંતુ આ વખતે તેણે પોઝોટિવ રેએક્શન આપ્યો છે.
https://www.instagram.com/reel/CzJfl-oxErv/?utm_source=ig_web_copy_link&igshid=MzRlODBiNWFlZA==
લોકસભા ચૂંટણી લડશે કંગના
કંગના ફિલ્મ તેજસના રિલિઝ બાદ ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ જગત મંદિર દ્વારકા પહોંચી હતી. તેમણે દ્વારકાધીશના મંદિરમાં માથો ટેકાવ્યો હતો. અભિનેત્રીએ નાગેશ્વર મહાદેવ મંદિરમાં પણ દર્શન કરી ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા. આ દરમિયાન કંગનાએ મીડિયા સાથેની વાતચીતમાં લોકસભા ચૂંટણી લડવાની હીટ આપી હતી. તેમણે કહ્યું હતું કે, જો ભગવાન શ્રી કૃષ્ણની કૃપા રહી તો લોકસભા ચૂંટણી લડશે.
કંગનાએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા
કંગનાએ ઈસ્ટા પર દ્વારકાધીશના મંદિરે દર્શન કરતી ફોટો પણ શેયર કરી હતી. સાડીમાં તૈયાર થયેલી કંગના ખૂબસુરત લાગી રહી છે. તેમણે જણાવ્યું કે, તે કેટલાક દિવસોથી બેચેન હતી. પરંતુ ભગવાનના દર્શન કરવાથી તેના મનને શાંતિ મળી છે. કંગનાએ લખ્યું કે, કેટલાક દિવસોથી મન વ્યાકુળ હતો. એવો મન થયો કે, ભગવાન દ્વારકાધીશના દર્શન કરૂ. શ્રી કૃષ્ણની દિવ્ય નગરી દ્વારાકામાં આવતા જે એવુ લાગ્યું તમામ ચિંતા દૂર થઈ ગઈ. મારો મન સ્થિરક થઈ ગયો અને અનંત આનંદની પણ અનુભૂતિ થઈ છે. ભગવાન દ્વારકાધીશ આવી જ કૃપા બનાવી રાખે
દ્વારકા વિશે શું કહ્યું
કંગનાએ દ્વારકાનગરી વિશે કહ્યું કે, દ્વારકા વિશે હમંશા કહ્યું છે કે તે દિવ્ય નગરી છે. અહીં દરેક વસ્તુ અદભૂત છે. કણ કણમાં અહી કૃષ્ણ સમાયેલા છે અહી દ્વારકાધીશના દર્શન થતાં જ ધન્ય થઈ ગઈ છું હંમેશા કોશિશ કરૂ છું કે, દર્શન કરવા આવું પરંતુ કામના કારણે આવી શકતી નથી.