
દરેક લોકોને અલગ-અલગ રીતે સુવાની ટેવ હોય છે. પણ કેટલાક લોકો એવા પણ હોય છે કે જેમને પેટના બળે સૂવું વધારે ગમે છે. પણ આ ટેવ કેટલીક ગંભીર સ્વાસ્થ્ય ને લગતી સમસ્યા પેદા કરી શકે છે.
પેટના બળે સૂવાથી શરીરમા લોહી નું પરિભ્રમણ યોગ્ય રીતે થઈ શકતુ નથી અને આ પોઝિશનમા શરીર કુદરતી મુદ્રામા રહી શકતુ નથી. જેના કારણે શરીર મા દુખાવા ની સમસ્યા થઈ શકે છે. જેથી આજે જાણીએ પેટના બળે સૂવાથી થતા નુકસાન વિષે. આ જાણ્યા પછી તમે ક્યારેય નહીં સૂવો પેટના બળે.
પીઠનો દુખાવો
- પેટના બળે સૂવાથી કરોડરજ્જુ ના કુદરતી આકાર મા ફેરફાર થવા લાગે છે જેના કારણે પીઠનો અસહ્ય દુખાવો પણ થાય શકે છે.
અપચા ની સમસ્યા
- પેટના બળે સૂવાથી ભોજન નુ યોગ્ય રીતે પાચન થઈ શકતું નથી માટે અપચા ની સમસ્યા થઈ શકે છે.
સ્નાયુ નો દુખાવો
- પેટના બળે સૂવાથી લોહી નું પરિભ્રમણ યોગ્ય રીતે થઈ શકતુ નથી જેના કારણે સ્નાયુ મા ખેંચ અને દુખાવની સમસ્યા થઈ શકે છે.
માથુ દુખાવુ
- પેટના બળે સૂવાથી ગરદન વ્યવસ્થિત રીતે રહેતી નથી જેના કારણે મગજ મા લોહી નું પરિભ્રમણ બરાબર થતું નથી અને માથાનો દુખાવો થાય છે.
સાંધાનો દુખાવો
- પેટના બળે સૂવાથી હાડકાઓ યોગ્ય પોઝીશન માં રહેતા નથી જેના કારણે સાંધા નો દુખાવો વધી શકે છે.
ગરદનનો દુખાવો
- પેટના બળે સૂવાથી ગરદન નો સ્નાયુઓ મા લોહી નું પરિભ્રમણ યોગ્ય રીતે થઈ શકતુ નથી જેના કારણે ગરદન માં દુખાવા ની સમસ્યા થઈ શકે છે.
ચહેરા ને નુકશાની
- પેટના બળે સૂવાથી ચહેરા પર દબાણ અવેચે જેના કારણે ચહેરા ને પૂરતા પ્રમાણ મા પ્રાણવાયુ મળતો નથી માટે ચહેરા મા કરચલી અને ખીલ ની સમસ્યા થઈ શકે છે.
મોત પણ થાય શકે છે
- પેટના બળે સૂવાથી મગજ મા પુરતુ લોહી મળતું નથી જેના કારણે ખેંચ આવવાથી મૃત્યુ પણ થઈ શકે છે.
ડાબી બાજુ પડખું ફરીને સુવાના ફાયદાઓ:
- સવારે પેટ સાફ આવે છે.
- શરીર ની ગંદકી દુર થાય છે અને શરીરને અનેક બીમારીઓથી રક્ષણ આપે છે.
- એસીડીટી અને પેટમાં બળતરા ની સમસ્યા થી રાહત આપે છે.
- શરીર માં ચરબી જમા થતી અટકાવશે.
- પાચનતંત્ર મજબુત બનાવશે જેથી પાચનક્રિયા યોગ્ય રીતે થઈ શકે છે.
- શરીર ના બધા અંગો અને મગજ ને યોગ્ય રીતે પ્રાણવાયું અને લોહી નું પરિભ્રમણ મળી રહે છે જેથી બધા અંગો સ્વસ્થ રહે છે.
- ડાબી બાજુ હૃદય આવેલું હોય છે જેથી ડાબી બાજુ પડખું ફરીને સુવાથી લોહી નું પરિભ્રમણ યોગ્ય રીતે થાય છે.