કાલોલના મલાવ ગામેથી સાવલી છાલીયરના આરોપી ટ્રેકટર ભાડા પેટે લઈ પરત નહિ કરી વિશ્વાસઘાત કરતા ફરિયાદ

કાલોલ તાલુકાના મલાવ ગામે ડિસેમ્બર-2023માં ફરિયાદીના ધરેથી સાવલી છાલીયર ગામનો આરોપી વિશ્ર્વાસમાં લઈ ભાડા કરારથી ટ્રેકટરના ભાડા પેટેના 3 માસના 60 હજાર આપી ગયેલ ફરિયાદીએ ભાડાના રૂપિયા અને ટ્રેકટર પાછુ આપવા જણાવતા ટ્રેકટર પરત નહિ આપી વિશ્વાસઘાત છેતરપિંડી કર્યાની ફરિયાદ કાલોલ પોલીસ મથકે નોંધાવવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કાલોલ તાલુકાના મલાવ ગામે રહેતા ગોકળભાઈ મંગળભાઈ નાયકના ધરેથી આરોપી રાહુલભાઈ નિરવભાઈ સોલંકી(રહે.છાલીયર, તા.સાવલી, વડોદરા)28/12/2023ના રોજ ગોકળભાઈ નાયક અને અન્ય વ્યકિતને વિશ્ર્વાસમાં લઈ સ્વરાજ કંપનીનુ ટ્રેકટર નં.જીજે-17-સીએ-9285નો ભાડા કરાર કરીને ધરેથી આરોપી ટ્રેકટર લઈ ગયો હતો. અને ભાડા પેટે 3 માસના 60 હજાર રૂપિયા આપી ગયેલ તેથી ફરિયાદી ગોકળભાઈ નાયકે આરોપીને ભાડાના પૈસા અને ટ્રેકટર પરત આપવાનુ કહેતા ટ્રેકટર પરત કરવામાં વાયદા કરી ટ્રેકટર પરત નહિ આપી વિશ્ર્વાસધાત છેતરપિંડી કરતા આ બાબતે કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.