જમ્મુ કાશ્મીર: ખીણમાં 4.3ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

જમ્મુ-કાશ્મીરમાં એકવાર ફરી ભૂકંપના આંચકા અનુભવાયા. બંને ભાગોના કેટલાક વિસ્તારમાં ભૂકંપના આંચકાના કારણે ભયનો માહોલ સર્જાયો.નેશનલ સેન્ટર ફૉર સિસ્મોલૉજી અનુસાર રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.3 નોંધાઈ છે. હજુ સુધી ભૂકંપના આંચકા બાદ કોઈ પણ પ્રકારના નુકસાનની કોઈ માહિતી નથી.

ખીણમાં આજની સવાર ફરી એકવાર દહેશત સાથે થઈ. આ વખતે કુદરતના જોખમે લોકોની ચિંતા વધારી દીધી. નેશનલ સેન્ટર ફૉર સિસ્મોલૉજી અનુસાર જમ્મુ કાશ્મીરમાં ભૂકંપના આંચકા સવારે 10 વાગીને 14 મિનિટ પર અનુભવાયા. અગાઉ સોમવારે સવારે લેહમાં જમ્મુ અને કાશ્મીર નજીક રિક્ટર સ્કેલ પર 4.2 તીવ્રતાવાળા ભૂકંપના આંચકા અનુભવાયા.ભૂકંપનુ કેન્દ્ર લેહ જમ્મુ-કાશ્મીરથી 89 કિલોમીટર દક્ષિણપશ્ચિમમાં હતુ. ભૂકંપ ભારતીય સમયાનુસાર 9.16 AM વાગ્યાથી 5 કિલોમીટરની તીવ્રતામાં આવ્યો.

અગાઉ ઓગસ્ટ મહિનાના આખરી સપ્તાહમાં ઉધમપુર-કટકા વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા. આ દરમિયાન રિક્ટર સ્કેલ પર આની તીવ્રતા 3.6 રેકોર્ડ કરવામાં આવી હતી.