જેજેપી રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી ભાજપ સાથે મળીને લડશે

જયપુર : હરિયાણામાં ભારતીય જનતા પાર્ટી (બીજેપી) ની સાથી જનનાયક જનતા પાર્ટી (જેજેપી) એ શુક્રવારે કહ્યું કે તે રાજસ્થાનમાં ભગવા પાર્ટી સાથે ગઠબંધન કરીને વિધાનસભા ચૂંટણી લડશે.

જેજેપી પ્રમુખ અજય સિંહ ચૌટાલાએ જણાવ્યું હતું કે પૃથ્વી મીલને પાર્ટીના રાજસ્થાન એકમના વડા તરીકે અને ભાજપના નેતા સુભાષ મહરિયાના ભત્રીજા પ્રતીક મહરિયાને યુવા મોરચાના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અહીં એક પત્રકાર પરિષદને સંબોધતા ચૌટાલાએ કહ્યું કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે વાતચીત ચાલી રહી છે.

તેમણે કહ્યું કે, અમે રાજસ્થાનમાં એવી બેઠકો પર ચૂંટણી લડીશું જ્યાં ભાજપ નબળી છે. ચૌટાલાએ કહ્યું કે રાજસ્થાનમાં કોંગ્રેસ સરકાર તમામ મોરચે નિષ્ફળ ગઈ છે અને લોકો વિકલ્પ શોધી રહ્યા છે. રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી આ વર્ષના અંતમાં થવાની છે.