જીવદયાના નામે કૌભાંડ !, ’રોજ ૫થી૭ ગાયોના મોત થાય છે કોંગ્રેસના ગંભીર આક્ષેપ

રાજકોટ, આપણે ત્યાં ગાયોના નામે લોકો લાખો-કરોડો રૂપિયાનું દાન આપી છે. પરંતુ લાખો કરોડો લોકોમાંથી કેટલાક એવા પણ લોકો હોય છે. જે મુંગા પુશાઓના મુખેથી પણ કોળિયો છીનવી લે છે. આવું જ કૌભાંડ રાજકોટમાં સામે આવ્યું છે. જ્યાં કોંગ્રેસના નેતા મહેશ રાજપૂતે જીવદયાના નામે અપાતી ગ્રાન્ટમાં કૌભાંડના ગંભીર આક્ષેપો લગાવ્યા છે. મહેશ રાજપૂતના આક્ષેપો પ્રમાણે, રાજકોટ મહાનગરપાલિકાના ઢોર ડબ્બાનું સંચાલન જીવદયા ટ્રસ્ટના રાજેન્દ્ર શાહ અને યશ શાહ કરી રહ્યા છે. અને ઢોર ડબ્બામાં પુરવામાં આવેલા પશુઓના નિભાવ માટે દર મહિને ૬૦ લાખ રૂપિયા ગ્રાન્ટ ફાળવવામાં આવે છે.

આક્ષેપો પ્રમાણે દર મહિને રૂપિયા ૬૦ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તેમ છતાં ઢોર ડબ્બામાં રોજ ૫થી ૭ ગાયોના મોત થઈ રહ્યા છે. અને આ પાછળનું કારણ છે, તેમનો યોગ્ય રીતે નિભાવ નથી કરવામાં આવતો તે છે. ટ્રસ્ટના સંચાલકો લાખો રૂપિયાની ગ્રાન્ટ ચાઉં કરી જાય છે. જેથી પશુઓને પુરતો ખોરાક મળતો નથી. આ કારણે તેમના મોત થઈ રહ્યા છે. મહેશ રાજપૂતના આક્ષેપ પ્રમાણે હાલમાં પણ ઢોર ડબ્બામાં ૧૫૦થી વધુ પશુઓને રાખવામાં આવ્યા છે. જેમની હાલત પણ દયનિય છે.