
દાહોદ,
દાહોદ જિલ્લામાં મતદાન મથકે બંદોબસ્તમાં લાગેલા સુરક્ષા દળના જવાનો વૃદ્ધ-અશક્તોની ઉત્સાહ સાથે મદદ કરી રહ્યાં છે. તેમની સેવા અને મદદ કરવાની ભાવના કાબીલે દાદ છે. કોઇ વૃદ્ધ કે અશ્કત, દિવ્યાંગ વ્યક્તિ હોય તો સુરક્ષા દળના જવાનો તુરત જ મદદે દોડી જાય છે અને મતદાન કરવામાં મદદ કરે છે. જવાનોની મદદ કરવાની ભાવના જોઇને સૌ કોઇ સુરક્ષા દળો માટે ગર્વની લાગણી અનુભવી રહ્યું છે.