જીંજરી ગામેથી 55 યાત્રાળુઓનો કાફલો પદયાત્રા કરી અંબાજી જવા રવાના થયો

ધોધંંબા,ઘોઘંબા તાલુકાના જીંજરી ગામેથી આજરોજ 55 જેટલા માય ભક્તો પગપાળા અંબાજી જવા રવાના થયા હતા. બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે ઘોઘંબા મેન બજારમાં આવેલા અંબા માતાના મંદિરે દર્શન કરી આ કાફલો અંબાજી જવા રવાના થયો હતો. જીંજરી ગામના માઈ ભક્તો છેલ્લા 13 વર્ષથી સતત જીંજરીથી અંબાજી પગપાળા સંઘ લઈને જાય છે. જીજરીથી 300 કિલોમીટરનું અંતર પગપાળા કાપી આવતા મંગળવાર સુધી આ સંઘ અંબાજી પહોંચશે. ભારે વરસાદમાં પણ માઈ ભક્તો પદયાત્રા કરી અંબાજી જવા રવાના થયા હતા. ઘોઘંબામાં પદયાત્રીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.