જીલ્લા વિકાસ અધિકારીએ ઓછા મતદાન ધરાવતા બુથ પર મતદાન વધારવા અંગે માર્ગદર્શન આપ્યું

  • પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સાથે સંકળાયેલા કર્મચારીઓએ નૈતિક મતદાન કરવાના શપથ લીધા.

નડિયાદ,જીલ્લા પંચાયત ભવન, ખેડા ખાતે જીલ્લા વિકાસ અધિકારી એસ. ડી. વસાવાની અધ્યક્ષતામાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સાથે સંકળાયેલા સૌ અધિકારીઓ અને કર્મચારીઓની ચિંતન બેઠક યોજવામાં આવી હતી. જેમાં જીલ્લા વિકાસ અધિકારીએ ઓછું મતદાન ધરાવતા બુથ પર મતદાન વધારવા તાલુકાકક્ષાએ માઈક્રો પ્લાનિંગ કરી સ્વીપ અને ટીપ પ્રવૃત્તિને વેગ આપવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમના અંતે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સાથે સંકળાયેલા કર્મચારીઓએ નૈતિક મતદાન કરવાના શપથ લીધા.

આ મિટિંગમાં જીલ્લા શિક્ષણ અધિકારી, જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, કેળવણી નિરીક્ષક, ટીપીઓ, એસવીએસ ક્ધવીનર, ઊઈં અઊઈં તથા વિવિધ શાળાના આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા.