જીલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને ગોધરા તાલુકાના મોરડુંગરા ખાતે કાર્યક્રમ યોજાયો

  • 165 લોકોના સ્વાસ્થ્યની ચકાસણી તથા 45 લોકોને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત લાભ અપાયો.

ગોધરા,પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકાના મોરડુંગરા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચતા ગ્રામ લોકોએ ઉમંગભેર સ્વાગત કર્યું હતું. પંચમહાલ જીલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારિયાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમમાં ખેતીવાડી, આરોગ્ય વિભાગ,ગ્રામ વિકાસ, મિશન મંગલમ, આઈ.સી.ડી.એસ, પી.એમ ઉજ્જવલા યોજના, લીડ બેંક અંતર્ગત સરકારના સંલગ્ન વિભાગોના સ્ટોલ લગાવીને કુલ 1605 લોકોને લાભાન્વિત કરાયા હતા. જેમાં 1560 લોકોના સ્વાસ્થ્યની ચકાસણી કરાઈ હતી. જ્યારે 45 લોકોને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાઅંતર્ગત લાભ આપવામાં આવ્યો હતો. જીલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા પાકૃતિક ખેતી સાથે ડ્રોનનું નિદર્શન કરાયું હતું. આઈ.સી.ડી.એસ. વિભાગ અંતર્ગત મહિલાઓને માતૃશક્તિના પેકેટ વિતરણ કરાયા હતા..મહાનુભાવોના હસ્તે હાજર લોકોને સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત માહિતી અને પુસ્તિકાનું વિતરણ કરાયું હતું.

આયુષ્યમાન ભારત યોજનાના લાભાર્થી ભરતભાઈ પટેલિયાએ યોજના અંતર્ગત મેળવેલ લાભ વિશે પોતાનો પ્રતિભાવ રજૂ કરીને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. કુલ 20 રમતવીરો અને મહિલાઓને સન્માનિત કરાયા હતા. આ સાથે ધરતી કરે પુકારહેઠળ નુક્કડ નાટક ભજવવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અર્જુનસિંહ પટેલ, નાયબ માહિતી નિયામક પારૂલ મણિયાર, તાલુકા વિકાસ અધિકારી ડી.કે. ગરાસીયા સહિત વિવિધ વિભાગના અધિકારીઓ, મહાનુભાવો સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.