- જીલ્લાના અન્ય ગામડામાં પાઉડરનો છંટકાવ કરવાની કામગીરી થઈ રહી છે જીલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ.
- ચાંદીપુરા વાયરસના લક્ષણો જણાય તો તાત્કાલિક સરકારી દવાખાનાનો સંપર્ક કરવો.
જીલ્લા પંચાયત દાહોદ ખાતે જીલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમના અધ્યક્ષ સ્થાને ચાંદીપુરા વાયરલ અંગે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જીલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમે જણાવ્યું કે ચાંદીપુરા વાયરસના સંક્રમણની અગમચેતીના ભાગરૂપે દાહોદ જીલ્લાના પ્રજાજનોમાં કોઈ ભય ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા જનજાગૃત્તિની પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. વિવિધ ગામો, શાળાઓમાં જનજાગૃત્તિ કાર્યક્રમો યોજી લોકોને તકેદારી રાખવા અને સાવચેત રહેવા સમજણ આપવામાં આવી રહી છે. ચાંદીપુરા વાયરસનાં સંક્રમણથી દર્દીને મગજ (એનકેફેલાઇટીસ)ની સમસ્યા સર્જાઇ છે. આ વાયરસના ફેલાવા માટે સેન્ડ ફલાય (રેતની માખી) જવાબદાર છે અને આ વાયરસ 14 વર્ષ સુધીના બાળકોને પ્રભાવિત કરે છે.
ચાંદીપુરા વાયરસના લક્ષણોમાં બાળકને સખત તાવ આવવો, ઝાડા થવા, ઉલ્ટી થવી, ખેંચ આવવી, અર્ધભાન કે બેભાન થવું વગેરે લક્ષણો જોવા મળે છે. ચાંદીપુરા વાયરસના ચેપથી બચવા બાળકોને શક્ય હોય ત્યાં સુધી ખુલ્લા શરીરે ઘરની બહાર આંગણામાં (ધૂળમાં) રમવા દેવા નહીં. જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીમાં સુવાનો આગ્રહ રાખવો, સેન્ડ ફલાયથી બચવા ઘરની અંદર તથા બહારની દિવાલોની તિરાડો, છિદ્રોને પુરાવી દેવા, મચ્છર-માખીઓનો ઉપદ્રવ અટકાવવા સમયસર જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.
વધુમાં જીલ્લા વિકાસ અધિકારીએ ઉમેર્યું કે સમગ્ર જીલ્લામાં યુધ્ધના ધોરણે ચાલી રહેલ ડસ્ટીંગ કામગીરી કરવામાં આવી રહી છે. શિક્ષણ વિભાગ અને આઈ.સી.ડી.એસ. વિભાગના સંકલનમાં રહી સઘન આઈ.ઈ.સી. સતત ચાલુ રહે અને કોઈ શંકાસ્પદ કેસ જણાય તો તાત્કાલિક સારવાર મળી રહે તે માટે ઝડપી પગલાં લેવા સુચના આપવામાં આવી છે.
ખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ઉદય ટીલાવત , એપીડેમીક મેડિકલ ઓફિસર તેમજ જીલ્લા મેલેરિયા અધિકારી દ્વારા ફીલ્ડ કક્ષાએ આદર્શ સર્વેલન્સ, ડસ્ટીંગ કામગીરી અને ઈન્ડોર રેસીડ્યુઅલ સ્પ્રેઈંગ કામગીરી બાબતે જરૂરી માર્ગદર્શન અને સુચના આપવામાં આવી હતી. હાલ દૈનિક ધોરણે ચાલી રહેલ ડસ્ટીંગ કામગીરી અને સેન્ડફ્લાયના સોર્સ શોધી નાશ કરવા બાબતે વધુ ગુણવત્તાસભર અને 100% ચીવટપુર્વક કામગીરી થાય તે બાબતે તાકીદ કરવામાં આવી હતી.
આ બેઠકમાં સંજેલી, સીંગવડ, ફતેપુરા અને ધાનપુર તાલુકાના તાલુકા આરોગ્ય અધિકારી, મેડિકલ ઓફિસરઓ, THS તથા પ્રા.આ.કે. MPH જ સહિત આરોગ્યના અધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતા.