જીલ્લા વિકાસ અધિકારીએ પોલીયો રસી કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો

  • બાળકોને પોલીયો પીવડાવી સિંઘાલી ગ્રામ પંચાયતની કામગીરીઓ અંગે જરૂરી માર્ગદર્શન આપતા જીલ્લા વિકાસ અધિકારી એસ.ડી.વસાવા.

નડિયાદ, પોલિયો મુક્ત ભારત અભિયાન અંતર્ગત જીલ્લા વિકાસ અધિકારી એસ.ડી.વસાવાએ મહુધા તાલુકાના સિંઘાલી ગ્રામ પંચાયત ખાતે પોલીયો રસી કાર્યક્રમનો રીબન કાપીને શુભારંભ કરાવ્યો હતો. જીલ્લા વિકાસ અધિકારીએ બાળકોને પોલીયો રસી પીવડાવી ચોકલેટ આપી હતી. વધુમાં, જીલ્લા વિકાસ અધિકારીએ સિંઘાલી ગ્રામ પંચાયતની આરોગ્ય વિભાગ, આંગણવાડી અને ગ્રામ પંચાયતની કામગીરીની વ્યવસ્થાઓ અંગે માહિતિ મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

નોંધનીય છે તા.25 જૂન સુધીમાં સિંઘાલી ગ્રામ પંચાયતની કુલ 2956 વસ્તીના કુલ 385 બાળકોને પોલીયો રસી પીવડાવવામાં આવશે.

આ પ્રસંગે જીલ્લા આરોગ્ય અધિકારી વી.એસ.ધુવ્રે, આરોગ્ય સ્ટાફ, આંગણવાડી બહેનો અને પોલીયો રસી માટે આવેલ વાલીઓ તેમના બાળકો સાથે ઉપસ્થિત રહ્યા હતા.