જીલ્લા વહીવટી તંત્ર દ્વારા રાહત બચાવની કામગીરી યથાવત ચાલુ

ખેડા જીલ્લામાં ભારે વરસાદ બાદ હવે પરિસ્થિતિ સામાન્ય બની રહી છે. હજી પણ અમુક વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાઓને લઈ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા રાહત બચાવની કામગીરી યથાવત છે. આરોગ્ય, સફાઈ, પડેલા ઝાડ દુર કરવા જેવા કાર્યો કરવામાં આવી રહ્યા છે.

જીલ્લામાં અત્યાર સુધીમાં અંદાજીત 11 સગર્ભા માતાઓ સહિત 2250 થી વધુ વ્યક્તિઓનું સ્થળાંતર કરવામાં આવ્યું અને 2000 થી વધુ લોકોની મેડિકલ ટીમ દ્વારા તપાસ કરવામાં આવી છે. સાથે આરોગ્ય તંત્ર દ્વારા ક્લોરીન ગોળી વિતરણ, ફોગીંગ, ઓઆરએસ વિતરણ, અને સ્વચ્છતા તેમજ રોગચાળા અટકાયતની કામગીરી કરવામાં આવી છે.

નડિયાદમાં શ્રેયસ ગરનાળુ અને દેસાઈ વગો, સરદાર સ્ટેચ્યુ થી ત્રિમુત્રી કોમ્પલેક્ષ આગળ, ઝલક પોલીસ ચોકી અને એન.ડી. દેસાઈ પાસે સફાઈ કરવામાં આવી.