જીલ્લા વહીવટી તંત્ર દ્વારા લેવાઈ રહી છે અસરગ્રસ્ત પશુઓની દરકાર

  • દાહોદ જીલ્લામાં 21 ટીમો હાથ ધરી રહી છે અસરગ્રસ્ત પશુઓનું રસીકરણ તથા સારવાર.
  • જીલ્લામાં અત્યાર સુધીમાં 42384 કરતા વધારે પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું.

જીલ્લામાં અનરાધાર મેઘવર્ષા થઈ હતી. ભારે વરસાદના પરિણામે જનજીવન પ્રભાવિત થયું હતું. અતિવૃષ્ટિની વિકટ પરિસ્થિતિમાં રાજ્ય સરકારના સીધા માર્ગદર્શન હેઠળ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા સુપેરે રાહત બચાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હાલમાં વરસાદ વિરામ લેતા તંત્ર દ્વારા સ્વસ્થતા અને સ્વચ્છતામાં ઝુંબેશના ભાગરૂપે કામગીરી કરવામાં આવી રહી છે.

જીલ્લા વહીવટી તંત્ર દ્વારા માનવો સાથે પશુઓમાં પણ રોગચાળો ફેલાતો એટલે તે માટે તકેદારીના પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. દાહોદ જીલ્લામાં અસરગ્રસ્ત પશુઓની સારવાર, રસીકરણ તથા પશુ મૃત્યુ અંગેના સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે.

દાહોદ જીલ્લામાં નાયબ પશુપાલન નિયામક ડો કમલેશ ગોસાઈના માર્ગદર્શન હેઠળ કુલ 21 ટીમો રચના કરી અસરગ્રસ્ત પશુની સારવાર તથા રસિકરણની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. તેમજ જીલ્લામાં અત્યારસુધીમાં 42384 જેટલા પશુઓને રસીકરણ કરવામાં આવ્યું છે.